Not Set/ સેમસંગએ ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી J4 , જાણો કિંમત વિશે

સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની સેમસંગએ ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન ગેલેક્સી J4 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં કેટલાક વિશેષ ફિચર્સ આપવામાં આવ્યા છે જે આ સ્માર્ટફોનને અન્ય કંપનીઓના બજેટ ફોનથી અલગ પાડે છે. સ્માર્ટફોનની ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ : આ સ્માર્ટફોનમાં એડેપ્ટિવ વાઇફાઇ, એપ પેયર અને એડવાન્સ્ડ મેમરી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે. 5.5 ઇંચની HD સુપર એમોલેડ ડિસ્પ્લે વાળા […]

Tech & Auto
mahu mmn સેમસંગએ ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી J4 , જાણો કિંમત વિશે

સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની સેમસંગએ ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન ગેલેક્સી J4 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં કેટલાક વિશેષ ફિચર્સ આપવામાં આવ્યા છે જે આ સ્માર્ટફોનને અન્ય કંપનીઓના બજેટ ફોનથી અલગ પાડે છે.

સ્માર્ટફોનની ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ :

આ સ્માર્ટફોનમાં એડેપ્ટિવ વાઇફાઇએપ પેયર અને એડવાન્સ્ડ મેમરી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે.

5.5 ઇંચની HD સુપર એમોલેડ ડિસ્પ્લે વાળા આ સ્માર્ટફોનમાં Exynos 7570 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે ક્વોડકોર છે. જેમાં તમને 2GB રેમ અને 3GB રેમ છે, આ ઉપરાંત ઇન્ટરનલ મેમરી અનુક્રમે 16GB અને 32GB છે.

એક્સેપ્ટ રેશ્યોની વાત કરીએ તો તમને આ સ્માર્ટફોનમાં 16:9 છે.

ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છેજેનાથી એચડી વિડિયો રેકોર્ડિંગને કરી શકાય છે. સેલ્ફીઝ માટે તેની પાસે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

બેટરી 3,000 MAH છે અને કંપની દાવો કરે છે કે તે 20 કલાક સુધી બેકઅપ આપી શકે છે.

સેમસંગના જણાવ્યા અનુસારઆ સ્માર્ટફોન ભારતની બનાવટ હેઠળ બનાવવામાં આવે છે. જેમાં એડવાન્સ મેમરી મેનેજમેન્ટ પણ છે. આ દ્વારા તે સીધી મેમરી કાર્ડમાં સોશિયલ મીડિયાના વિડીયો અને ફોટા ટ્રાંસફર કરે છે.

આ ઉપરાંતતે ડિવાઈસથી સોશિયલ મીડિયા મેસેન્જર પર રીસીવ કરેલા ફોટા પણ ડીલીટ કરી શકાય છે. વાસ્તવમાંતે સ્માર્ટફોનની મેમરીને બચાવવા માટે મદદ કરશે.

ગેલેક્સી J4માં એપ્લિકેશન જોડી સુવિધા મલ્ટિ ટાસ્કિંગમાં સહાય કરે છે. ઉદાહરણ તરીકેકોઈ એપ્લિકેશન સાથેતમે બીજી એપ્લિકેશન ખોલવા માટે તેને જોડી શકો છોઅને બંને એપ્લિકેશન્સ વારાફરતી ખુલશે

આ સ્માર્ટફોનની કિંમત

ગેલેક્સી J4 ની પ્રારંભિક કિંમત 9,990 રૂપિયા છે. જેમાં તમને 2GB રેમ સાથે 16  GB ઇન્ટરનલ મેમરી મળશે. જ્યારે અન્ય વેરિયન્ટમાં 32 GB ROM અને તેની કિંમત 11,990 રૂપિયા હશે.