Not Set/ સસ્તા ટેરિફનો સમય થયો પૂર્ણ, જલ્દી જ ટેલિકોમ કંપનીઓ કરી શકે છે ટેરિફમાં વધારો

ટેલિકોમ સેક્ટરમાં ઉથલપાથલનો દોર હવે ખતમ થવાની દિશામાં છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં મોટા ભાગનાં ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી બે મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. જેના કારણે ટેલિકોમ ગ્રાહકો માટે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સસ્તા ટેરિફનો દોર ખતમ થઇ જશે. […]

Top Stories Tech & Auto
jio ne.jpg thump 1 સસ્તા ટેરિફનો સમય થયો પૂર્ણ, જલ્દી જ ટેલિકોમ કંપનીઓ કરી શકે છે ટેરિફમાં વધારો

ટેલિકોમ સેક્ટરમાં ઉથલપાથલનો દોર હવે ખતમ થવાની દિશામાં છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં મોટા ભાગનાં ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી બે મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. જેના કારણે ટેલિકોમ ગ્રાહકો માટે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સસ્તા ટેરિફનો દોર ખતમ થઇ જશે. કારોબારી લોકો કહે છે કે આવનાર બે ત્રિમાસિક ગાળામાં કંપનીઓ માર્કેટ પ્રતિક્રિયા જોવા માટે ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. જો કે ટેરિફમાં વધારો છ મહિના બાદ જોવા મળશે. તેમનુ કહેવુ છે કે પ્રાઇસિંગમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. જિયોનાં કારણે ટેરિફમાં તમામ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો.

Mobile Recharge સસ્તા ટેરિફનો સમય થયો પૂર્ણ, જલ્દી જ ટેલિકોમ કંપનીઓ કરી શકે છે ટેરિફમાં વધારો

સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી કર્યા બાદ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજી કંપનીઓને ગ્રાહકોની સાથે રાખવા માટે કિંમતો ઘટાડી દેવાની ફરજ પડી હતી. આની સાથે જ જિયો યુજર્સે ફ્રી  વોયસ સર્વિસ ઓફર કરી રહી છે. તેના સસ્તા પ્લાનનાં પરિણામ સ્વરૂપે ડેટાનો ઉપયોગ વધી ગયો હતો. તેની ઓફરનાં કારણે ગ્રાહકોને ફાયદો થયો હતો. જેના કારણે દેશની જુની ટેલિકોમ કંપનીઓની હાલત કફોડી બની ગઇ હતી.  જાણકાર લોકોનું કહેવુ છે કે જિયો ઉપરાંત અન્ય કંપનીઓ પણ કેટલીક રાહત આપી રહી છે.

unhappy સસ્તા ટેરિફનો સમય થયો પૂર્ણ, જલ્દી જ ટેલિકોમ કંપનીઓ કરી શકે છે ટેરિફમાં વધારો

એરટેલ અને વોડાફોન સ્પર્ધામાં ટકી રહેવા ભારે મહેનત કરી રહી છે. ડોલરની સામે રૂપિયાની હાલત કફોડી બનેલી છે. રૂપિયાનાં સતત અવમુલ્યનનાં કારણે લોકો પર સામાન્ય ચીજોનાં કારણે હેરાની થઇ રહી છે. જાણકાર લોકોનું કહવું છે કે, જિયો ઉપરાંત માર્કેટમાં હવે માત્ર બે મોટી કંપનીઓ એરટેલ  અને આઇડિયા રહી ગઇ છે જેથી ટેરિફમાં વધારો કરવા માટે માહોલ બની રહ્યો છે. વોડાફોન, આઈડિયા, ભારતી એરટેલ અને જિયો દ્વારા આ સંદર્ભમાં પુછવામાં ઓવલા પ્રશ્નોનાં કોઇ જવાબ આપ્યા નથી. રૂપિયામાં નબળાઈ અને બોન્ડયિલ્ડમાં વધારો થયા બાદ કંપનીઓનાં ખર્ચમાં વધારો થયો છે. ટેલિકોમ સેક્ટર સામે પહેલાથી જ નાણાંકીય સંકટની સ્થિતિ રહેલી છે. તેની હાલત વધારે ખરાબ થઇ ગઇ છે.

unhapppyy4 સસ્તા ટેરિફનો સમય થયો પૂર્ણ, જલ્દી જ ટેલિકોમ કંપનીઓ કરી શકે છે ટેરિફમાં વધારો

બ્રોકરેજ કંપની આઈઆઈએફએલમાં માર્કેટ એન્ડ કોર્પોરેટ અફેયર્સનાં કારોબારી પ્રમુખ રાજીવ ભાસીને કહ્યું છે કે, મોબાઇલ કન્ઝ્યુમર માટે મફત આપવામાં આવેલા દિવસો હવે પૂર્ણ થઇ રહ્યા છે. રૂપિયામાં નબળાઈનાં પરિણામ સ્વરુપે ટેલિકોમ કંપનીઓનાં બોજ વધી રહ્યા છે જેથી આવનાર બે ત્રિમાસિક ગાળામાં ટેરિફમાં વધારો થઇ શકે છે. કિંમતોમાં અસલી વધારો જોવા મળી શકે છે. જિયોની એન્ટ્રી બાદ મોટાભાગની ટેરિફમાં ડેટા, વોઇસ અને મેસેજમાં અનેક ઓફર થઇ રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ હવે આના માટે જુદા જુદા ટેરિફ નક્કી કરી શકે છે. આવક વધારવા માટે માસિક નવી યોજનાઓ રજૂ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આવનાર દિવસોમાં પ્રાઇઝ વોર ખતમ થઇ શકે છે અને ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં વધારો ઝીંકી શકે છે.