ધરપકડ/ રાજકોટમાં સોના-ચાંદીના વેપારીની બોગસ બીલિંગ મામલે કરવામાં આવી ધરપકડ,કોર્ટે 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રાજકોટના વેપારી હિતેષ  લોઢિયાની સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે

Top Stories Gujarat
3 11 રાજકોટમાં સોના-ચાંદીના વેપારીની બોગસ બીલિંગ મામલે કરવામાં આવી ધરપકડ,કોર્ટે 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
  • રાજકોટના વેપારી હિતેશ લોઢિયાની સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ
  • રાજકોટમાં સોના અને ડાયમંડમાં 1,400 કરોડથી પણ ના બોગસ બીલિંગ કર્યાનો આરોપ..
  • 44 કરોડની ટેક્સ ચોરી કરવા સંબંધે રાજકોટ માં દરોડા પડ્યા બાદ હિતેશ લોઢીયા ની ધરપકડ
  • રાજકોટમાં દરોડા દરમિયાન લેપટોપ મોબાઈલ સહિતનો ડિજિટલ ડેટા સેન્ટ્રલ જીએસટી એ જપ્ત કર્યો..
  • આસ્થા ટ્રેડિંગ કંપનીના નામે અનેક બોગસ પેઢી ઊભી કરીને લાંબા સમયથી ચાલતા ગોરખ ધંધાનો થયો પર્દાફાશ
  • રાજકોટની કોર્ટમાં રજૂ કરી 14 દિવસ ના રિમાન્ડ મેળવ્યા.. શહેરની સોની બજારમાં ભારે ચર્ચા

ગુજરાત સહિત દેશભરમાં બોગસ જીએસટી બિલનો કૌભાંડ ચાલી રહ્યો છે, આ મામલે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટના વેપારી હિતેષ  લોઢિયાની સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ વેપારીએ સોના અને ડાયમંડમાં 1,400 કરોડથી પણ વધારે બોગસ બીલિંગ  કર્યા હોવાના આરોપ છે. 44 કરોડની ટેકસ ચોરી કરવા મામલે વેપારી હિતેષના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા,પુછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વેપારીના ત્યાંથી જીએસટી ટીમે લેપટોપ,મોબાઇલ અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા,વેપારી આસ્થા ટેડ્રિગ કંપનીના નામે અનેક બોગસ પેઢી ઉભી કરીને લાંબા સમયથી ચાલતા ગોખ ધંધાનો પર્દાફાશ કર્યો….રાજકોટની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા,