mp crime/ ટીચર બન્યો દુશાસન, વિદ્યાર્થીની માતાનું કર્યુ ચિરહરણ: વીડિયો વાયરલ થતાં હડકંપ

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ટીચર ન માત્ર એક વિદ્યાર્થી સાથે માથાકૂટ કરી, પરંતુ તેની માતા સાથે પણ જાહેરમાં છેડતી કરી.આરોપ છે કે નશામાં ચૂર થયેલા શિક્ષકે મહિલાની સાડી ઉતારી નાંખી. અને ઝપાઝપીમાં મહિલાની સાડી પણ ફાટી ગઈ. એટલું જ નહીં મહિલાની સાડી નીકળી જવા છતાં શિક્ષક તેમની સાથે ઝપાઝપી કરતો રહ્યો. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિક્ષકે […]

Videos
madhya pradesh rewa drunk teacher pulls woman saree publically ruckus police shocked horrible crime video viral

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ટીચર ન માત્ર એક વિદ્યાર્થી સાથે માથાકૂટ કરી, પરંતુ તેની માતા સાથે પણ જાહેરમાં છેડતી કરી.આરોપ છે કે નશામાં ચૂર થયેલા શિક્ષકે મહિલાની સાડી ઉતારી નાંખી. અને ઝપાઝપીમાં મહિલાની સાડી પણ ફાટી ગઈ. એટલું જ નહીં મહિલાની સાડી નીકળી જવા છતાં શિક્ષક તેમની સાથે ઝપાઝપી કરતો રહ્યો.

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિક્ષકે શિક્ષણના મંદિરને શર્મસાર કરી નાંખ્યુ છે. નશામાં ધૂત શિક્ષકે શાળામાં માર્કશીટ લેવા આવેલા વિદ્યાર્થી સાથે ગાળાગાળી કરી અને મારામારી પણ કરી હતી. જ્યારે વિદ્યાર્થીની માતાએ આનો વિરોધ કર્યો તો શિક્ષકે તેની સાથે છેડતી કરીને તેની સાડી પણ કાઢી નાખી. આરોપ છે કે ઘટના સમયે શિક્ષક નશામાં હતો.શિક્ષક આટલાથી ન રોકાયો તેણે ગામલોકો સાથે પણ માથાકૂટ કરી. આ મારામારીમાં આરોપી શિક્ષકને પણ ઈજાઓ પહોંચી છે. જો કે આ આખી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ નથી. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સેમરિયા તાલુકાની ગોદહા પ્રાથમિક શાળાનો છે. આ ઘટનાનો વીડિયો 12 ઓક્ટોબરે વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં શિક્ષક બળજબરીથી લોકો સાથે મારપીટ કરતો જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે શિક્ષકે વિદ્યાર્થીની માતાને જમીન પર પછાડી દીધી અને માર મારવા લાગ્યો. આ પછી તેણે મહિલાની સાડી પણ ખેંચી હતી. આ દરમિયાન મહિલાની સાડી પણ ફાટી જાય છે. ઘટના સમયે સ્થળ પર હાજર ગ્રામીણ યુવકોએ શિક્ષકને કોઈક રીતે લાતો મારીને મહિલાની સાડી તેના હાથમાંથી છોડાવી હતી.આ મામલાને લઈને પીડિત વિદ્યાર્થી અંકિત કોલે મીડિયાને જણાવ્યું કે તે પ્રાથમિક શાળા ગોદહામાં અભ્યાસ કરતો હતો. ધોરણ 5ની માર્કશીટ મેળવવા માટે તે ઘણા દિવસોથી અહીંથી ચક્કર લગાવી રહ્યો હતો. તેણે જણાવ્યું કે હું 12મી ઓક્ટોબરે બપોરે મારી માતા સાથે શાળાએ પહોંચ્યો હતો. અહીં જ્યારે તેણે શાળાના મુખ્ય શિક્ષક શ્રીકાંત દુબે પાસેથી માર્કશીટ માંગી તો મુખ્ય શિક્ષકે તેની સાથે ગેરવર્તન કર્યું અને માર મારવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું કે જ્યારે તેની બાજુમાં ઉભેલી તેની માતાએ વિરોધ કર્યો તો તેણે તેને પણ ધક્કો મારીને બહાર કાઢી. વિદ્યાર્થી અંકિત કોલનો આરોપ છે કે શિક્ષકે તેની માતાની સાડી કાઢી નાખી હતી. આ મારામારીમાં માતાની સાડી પણ ફાટી ગઈ હતી. શાળાની બહાર આ દ્રશ્ય જોઈને ગ્રામજનો દોડી આવ્યા હતા. અને લોકોએ માતાને શિક્ષકથી બચાવવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોને જોઈને શિક્ષકે તેમની સાથે પણ ઝપાઝપી કરી. જે બાદ ગામલોકોએ શિક્ષકને પણ માર માર્યો હતો.આ ઘટનામાં શિક્ષક પણ ઘાયલ થયો હતો. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ શાળાના મુખ્ય શિક્ષક દરરોજ નશામાં ઓફિસે આવે છે.અને તે દરરોજ કોઈની કોઈ સાથે આ પ્રકારની માથાકૂટ કરતો રહે છે.