Not Set/ ISROના ચીફનું નિવેદન, વર્ષ ૨૦૨૧ પહેલા અંતરીક્ષમાં જશે ભારતીય અવકાશયાત્રી

અંતરીક્ષ ક્ષેત્રે ઈસરોની કામગીરી અતુલ્ય છે. હાલમાં જ ઈસરોના ચેરમેન કે.સાવને એક અભૂતપૂર્વ એલાન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૧ પહેલા ઈસરોના સેટેલાઈટની મદદથી કોઈ ભારતીય અંતરીક્ષ જશે. ISRO Chief K Sivan: The preparations for Gaganyaan Mission are underway. It has been a major turning point for ISRO. pic.twitter.com/Ap05lF8jcx— ANI (@ANI) January […]

Top Stories India Trending Tech & Auto
ISRO ISROના ચીફનું નિવેદન, વર્ષ ૨૦૨૧ પહેલા અંતરીક્ષમાં જશે ભારતીય અવકાશયાત્રી

અંતરીક્ષ ક્ષેત્રે ઈસરોની કામગીરી અતુલ્ય છે. હાલમાં જ ઈસરોના ચેરમેન કે.સાવને એક અભૂતપૂર્વ એલાન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૧ પહેલા ઈસરોના સેટેલાઈટની મદદથી કોઈ ભારતીય અંતરીક્ષ જશે.

હાલ ગગનયાન મિશનની પણ જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગગનયાન મિશન એ ભારત માટે ઈસરોની એક અભૂતપૂર્વ સફળતા ગણાશે.

જો આમ થશે તો અંતરીક્ષમાં માનવ મિશન મોકલનાર ભારત દેશનો ચોથો દેશ બની જશે. આ મિશન માટે અંતરીક્ષયાત્રીઓને વિદેશમાં એટલે કે રશિયામાં  ટ્રેનીંગ આપવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ મિશનમાં ભારતીય મહિલાને પણ શામેલ કરવા માંગે છે પરંતુ સિલેકશન પ્રક્રિયા પરથી નક્કી કરવામાં આવશે કે અંતરીક્ષમાં કોને મોકલવા.

ઈસરોના ચીફે કહ્યું કે અમે દેશભરમાં કુલ ૬ રીસર્ચ સેન્ટર બનાવવાના છીએ. અમે લોકો એવું ઇરછીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ ઈસરોમાં જોડાય. શા માટે ભારતીય વિદ્યાર્થીઓ નાસામાં જવાની જરૂર પડે છે ?