Not Set/ માનસરોવર યાત્રા : નેપાળમાં ભારે વરસાદના કારણે ફસાયા ૧૫૦૦થી વધુ યાત્રીઓ, ૨ના મોત

કાઠમાંડુ, પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા ૧૫૦૦થી વધુ યાત્રીઓ નેપાળમાં ભારે વરસાદના કારણે ફસાઈ ગયા છે. આ યાત્રીઓ નેપાળના નેપાળગંજ ને સિમીકોટમાં વરસાદના કારણે ફસાયા છે. જો કે આ દરમિયાન ૨ યાત્રીઓના મોત પણ નીપજ્યા છે. આ યાત્રીઓ આંધ્રપ્રદેશ અને કેરલના છે. નેપાળમાં ભારતીય દૂતાવાસના જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ૫૨૫ યાત્રીઓ સિમીકોટમાં, હિલ્સામાં ૫૫૦ […]

Top Stories India Trending
DhKmSBPXcAEROO0 માનસરોવર યાત્રા : નેપાળમાં ભારે વરસાદના કારણે ફસાયા ૧૫૦૦થી વધુ યાત્રીઓ, ૨ના મોત

કાઠમાંડુ,

પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા ૧૫૦૦થી વધુ યાત્રીઓ નેપાળમાં ભારે વરસાદના કારણે ફસાઈ ગયા છે. આ યાત્રીઓ નેપાળના નેપાળગંજ ને સિમીકોટમાં વરસાદના કારણે ફસાયા છે. જો કે આ દરમિયાન ૨ યાત્રીઓના મોત પણ નીપજ્યા છે. આ યાત્રીઓ આંધ્રપ્રદેશ અને કેરલના છે.

નેપાળમાં ભારતીય દૂતાવાસના જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ૫૨૫ યાત્રીઓ સિમીકોટમાં, હિલ્સામાં ૫૫૦ અને તિબ્બતની ૫૦૦ લોકો ફસાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ ભારતીય દૂતાવાસ દ્વારા નેપાળગંજ, સિમીકોટ અને હિલ્સામાં સ્થિતિ પર નજર બનાવી રહ્યા છે.

આ સ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરીને કહ્યું, “ભારતીય એમ્બેસી દ્વારા પોતાના અધિકારીઓને નેપાળગંજ આને સિમીકોટ મોકલ્યા છે અને ત્યાં ફસાયેલા તમામ યાત્રીઓના સંપર્કમાં છે. તેઓને હરસંભવ મદદ પહોચાડવામાં આવી રહી છે.

સાથે સાથે તેઓની મેડિકલ સુવિધા અને અન્ય વ્યવસ્થાઓ પણ કરાઈ રહી છે, તેમજ અલગ-અલગ ભાષાઓમાં હોટલાઈન નંબર પણ જાહેર કરાયા છે.

મંત્રાલય દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, સિમિકોટમાં મેડિકલની સુવિધાપૂરી પાડવા માટે ડોકટરોની ટીમ પણ મોકલવામાં આવી છે. આ ઉપરાંત યાત્રીઓને બહાર કાઢવા માટે વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિક એરલાઇન્સને પણ તૈયાર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

બીજી બાજુ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ માનસરોવરની યાત્રાના રસ્તામાં ફસાયેલા યાત્રીઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી છે અને ફસાયેલા ૧૦૦ તેલુગુ યાત્રીઓને સંભવિત મદદ પહોચાડવા માટે પણ જણાવ્યું છે.

ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા હોટલાઇન નંબર

પ્રણવ ગણેશ : +977-9851107006

તાશી પંખા : +977-98511550077

તરુણ રહેદા :  +977 9851107021

રાજેશ ઝા : +977 9818832398

યોગાનંદ : +977 9823672371 (કન્નડ)

પિંડી નરેશ : +977 9808082292 (તેલુગુ)

આર મુરુગમ : +977 98085006 (તમિલ)

રંજીત : +977 9808500644 (મલયાલમ)