ટેલિફોનિક વાત/ PM મોદીએ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ફોન પર વાત, આ મુદ્દે થઇ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી.

Top Stories Ahmedabad Gujarat
ભૂપેન્દ્ર પટેલ
  • વડાપ્રધાન મોદીએ ગુજરાતની માહિતી મેળવી
  • CMને ફોન કરી મોદીએ મેળવી માહિતી
  • કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી

ગુજરાતમાં હાલ મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લામાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે આવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી વિગત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદ અંગે તમામ માહિતી મેળવી છે. મુખ્યમંત્રી એ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની વિગતો અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.

પીએમ મોદીએ મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે. સતત વરસાદને કારણે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ વાત દરમિયાન મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 13 ટીમો, એસડીઆરએફની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની એક ટીમ છોટા ઉદયપુરમાં પણ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના 388 રસ્તાઓ બંધ છે.

આ પણ વાંચો:આગામી કલાકોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:અમદાવાદમાં સરેરાશ 10 ઇંચ વરસાદથી 36 જેટલા ઝાડ ધરાશાયી

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, બે જિલ્લામાંથી 700થી વધુ લોકોનું સ્થળાંતર