બેઠક/ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વધતા ગૃહમંત્રી અમિત શાહ 3 જૂને એલજી સાથે કરશે બેઠક,જાણો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 જૂને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને અન્યો સાથે કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે. 

Top Stories India
12 કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વધતા ગૃહમંત્રી અમિત શાહ 3 જૂને એલજી સાથે કરશે બેઠક,જાણો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 જૂને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને અન્યો સાથે કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે.  એલજી મનોજ સિન્હા જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ટાર્ગેટ કિલિંગ વિશે ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપશે.

અધિકારીઓએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર સિવાય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ બેઠક ખીણમાં આતંકવાદીઓ દ્વારા હિંદુ સરકારી કર્મચારીઓની લક્ષ્યાંકિત હત્યા અને પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈને થઈ રહી છે. આ મહિનાના અંતથી અમરનાથ યાત્રા શરૂ થશે.ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, એલજી મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરની જમીની સ્થિતિ વિશે માહિતી આપવા માટે દિલ્હી આવશે. જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઈને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ખીણમાં તાજેતરની ટાર્ગેટ કિલિંગનો ઉલ્લેખ કરતા અબ્દુલ્લાએ કહ્યું કે તેઓએ (સરકારે) સુરક્ષાના પાસા વિશે વિચારવું પડશે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે કુલગામમાં સરકારી શાળામાં ઘૂસીને આતંકવાદીઓ દ્વારા હિંદુ શિક્ષકની હત્યાની નિંદા કરતા કહ્યું કે હુમલાખોરોને એવો પાઠ ભણાવવામાં આવશે જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.