Not Set/ video: મેઘરાજાની પધરામણી, પ્રથમ વરસાદથી જ પ્રિ-મોન્સુન કામગીરીની ખુલી પોલ

પોરબંદર પોરબંદરમાં ગઈ કાલે મોડી રાત્રીથી જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી. મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ પોરબંદરમાં ૪૩ મીલી મિટર, રાણાવાવમાં ૩ર મીલી મિટર અને કુતિયાણામા ૧૬ મીલી મિટર વરસાદ આજ સવાર સુધીમાં નોંધાયો હતો. પોરબંદર જીલ્લામા છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહયો હતો.ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે ગઈ કાલ મોડી રાત્રીથી મેઘરાજાની […]

Top Stories Others Trending Videos
asasdassadasdsadsadsadd 2 video: મેઘરાજાની પધરામણી, પ્રથમ વરસાદથી જ પ્રિ-મોન્સુન કામગીરીની ખુલી પોલ

પોરબંદર

પોરબંદરમાં ગઈ કાલે મોડી રાત્રીથી જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી. મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ પોરબંદરમાં ૪૩ મીલી મિટર, રાણાવાવમાં ૩ર મીલી મિટર અને કુતિયાણામા ૧૬ મીલી મિટર વરસાદ આજ સવાર સુધીમાં નોંધાયો હતો.

પોરબંદર જીલ્લામા છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહયો હતો.ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે ગઈ કાલ મોડી રાત્રીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકામા ૧૬ મીલી મિટર, રાણાવાવ તાલુકામા ૩ર મીલી મિટર તેમજ પોરબંદર તાલુકમા ૪૩ મીલી મિટર આજ સવાર સુધીમા વરસાદ ખાબકયો હતો.

શહેરમા ર ઈંચ જેવો વરસાદ પડી જતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. તો બીજી તરફ પાલિકાની પ્રી-મોનસુન કામગીરી પ્રથમ વરસાદમા જ નિષ્ફળ સાબીત થઈ હતી.