કોરોના/ બેંગલુરુની સ્કૂલમાં થયો કોરોના વિસ્ફોટ, 60 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મચ્યો હડકંપ

બેંગલુરુ સિટી અર્બન ડેપ્યુટી કમિશનર જે મંજુનાથે જણાવ્યું હતું કે શહેરમાં શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાના નામથી એક સ્કુલ છે. અહીં એક બાળકને….

Top Stories India
બેંગલુરુ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક સ્કુલમાં 60 બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. બેંગલુરુ સિટી અર્બન ડેપ્યુટી કમિશનર જે મંજુનાથે જણાવ્યું હતું કે શહેરમાં શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાના નામથી એક સ્કુલ છે. અહીં રવિવારે એક બાળકને ઉલ્ટી અને ઝાડાની ફરિયાદ થઈ. જે પછી, તાત્કાલિક કાર્યવાહી કરીને, અમે તમામ 480 વિદ્યાર્થીઓની તપાસ કરી, જેમાંથી 60 બાળકો પોઝિટિવ મળ્યા.

આ પણ વાંચો : ચરણજીત ચન્ની પછી જીગ્નેશ મેવાણી પર દાવ, ‘દલિત’ રાજકીય એજન્ડા સેટ કરી રહી છે કોંગ્રેસ?

તેમણે કહ્યું કે તે એક બોર્ડિંગ સ્કૂલ છે, વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી ત્યાં હતા અને જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમને કોઈ લક્ષણો નહોતા. કોરોના સંક્રમિત મળી આવેલા 60 વિદ્યાર્થીઓમાંથી માત્ર 2 વિદ્યાર્થીઓએ કોવિડના લક્ષણો દર્શાવ્યા છે. અમારી ટીમ ત્યાં છે, અમે દરેકનો ટેસ્ટ કર્યો છે.

હકીકતમાં, શાળાએ 5 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ માટે શારીરિક રીતે વર્ગો શરૂ કર્યા હતા. 57 સંપૂર્ણ રસીવાળા સ્ટાફ અને 22 શિક્ષકો સહિત 485 વિદ્યાર્થીઓ સાથે શાળા ફરી ખોલવામાં આવી હતી, પરંતુ 26 સપ્ટેમ્બરના રોજ બેલ્લારીની એક વિદ્યાર્થીનીએ તાવ, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો વિકસાવ્યા હતા, ત્યારબાદ તેણીકોરોના વાયરસથી સંક્રમિત મળી.

આ પણ વાંચો :પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, આ છે કારણ

શહેરી ડેપ્યુટી કમિશનર જે મંજુનાથે વધુમાં જણાવ્યું હતું કે વહીવટ 7 મા દિવસે ફરીથી પરીક્ષણો કરશે. તેમણે કહ્યું કે શાળા 20 ઓક્ટોબર સુધી બંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી, વહીવટીતંત્રે સાવધાની સાથે આ પગલું ભર્યું છે. કોરોના પોઝિટિવ મળી આવેલા 60 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ તમિલનાડુના છે, બાકીના રાજ્યના વિવિધ ભાગોના છે.

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ અને 378  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,82,520 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,196 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

આ પણ વાંચો :દેશનાં કરોડો લોકોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહી ટકે તો દેશ નહી ટકેઃ કનૈયા કુમાર

આ પણ વાંચો :નવજોત સિંહ સિદ્ધુના નજીકના સહયોગી રઝિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી રાજીનામું આપ્યું