બાંગ્લાદેશને એક અલગ દેશ બનાવવા માટે પાકિસ્તાની સેના અને મુક્તિવાહિની વચ્ચેનો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહ્યો. ભારત સરકાર મુક્તીવાહિનીની તરફેણમાં હતી અને તે કોઈથી છુપાયેલી વાત નહોતી પણ તેમ છતાં ભારતીય સેના સત્તાવાર રીતે આ યુદ્ધનો ભાગ નહોતી. જો કે, પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન ચેન્ગેઝ ખાન બાદ માત્ર ભારત જ આ યુદ્ધનો ભાગ બન્યું ન હતું, પરંતુ બાંગ્લાદેશને 16 ડિસેમ્બર 1971 ના રોજ આઝાદી પણ મળી હતી. પાકિસ્તાની સેના એટલી હદે ડૂબી ગઈ હતી કે, 16 ડિસેમ્બરે પાકિસ્તાની જનરલ નિયાજી પાસે ભારત અને બાંગ્લાદેશના સૈન્યમાં શરણાગતિના દસ્તાવેજ પર સહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
announcement / 7 દિવસમાં FIR, તો 6 મહિનામાં કેસનો નિકાલ સુનિશ્ચિત – ભૂમાફિયા ભોય ભેગા
જાણો 16 ડિસેમ્બર, 1971 ના રોજ શું થયું હતું
16 ડિસેમ્બરની સવારે, જનરલ માણેક શોએ મેજર જનરલ જેએફઆર જેકબને ફોન કર્યો અને ઢાંકા જવા કહ્યું. શરણાગતિની તૈયારી માટે તે ત્યાં જવાના હતા. ઢાંકામાં નિયાઝી પાસે 26400 સૈનિકો હતા, જ્યારે ભારત પાસે 3000 સૈનિકો હતા.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં યુદ્ધના સમય પૂર્વીય કમાન્ડના સ્ટાફ ઓફિસર, મેજર જનરલ જે.એફ.આર જેકબ, જણાવ્યું હતું કે જ્યારે તે ઢાંકા પહોંચ્યા, ત્યારે પાકિસ્તાની સેના અને મુક્ત્વાહિની વચ્ચેની લડાઇ ચાલુ હતી અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. જેકબના કહેવા પ્રમાણે, ‘જ્યારે મેં નિયાઝીને શરણાગતિ આપવાનો દસ્તાવેજ વાંચ્યો, ત્યારે તેમણે કહ્યું કે… કોણે કહ્યું કે અમે શરણાગતિ સ્વીકારીશું. તમે અહીં માત્ર યુદ્ધ વિરામ માટે આવ્યા છો.’
Corona Virus Alert / લંડનમાં આજથી કડક લોકડાઉન, વિશ્વમાં 24 કલાકમાં કોરોનાએ લીધો 8 હજારનો ભોગ…
ઢાંકામાં પાકિસ્તાની જનરલ નિયાઝીને ભારતીય કમાન્ડીંગ ઓફિસર જેકબે કહ્યું કે, જો શરણાગતિનાં કાગળો પર હસ્તાક્ષર કરશો, તો અમે ખાતરી કરીશું કે, લઘુમતીઓ અને તમારા પરિવારો સાથે સારો વ્યવહાર કરવામાં આવે અને અમે તેમની સુરક્ષા માટે જવાબદાર હોઈશું. જો કે, નિયાઝી આના પર સહમત ન હતા અને ત્યારબાદ જેકબે તેને વિચાર કરવા માટે અડધો કલાક આપ્યો. ત્યારબાદ મેજર જેકબ ફરી અંદર ગયા અને જનરલ નિયાઝીને ત્રણ વાર પૂછ્યું કે, શું તેણે શરણાગતિ સ્વીકારી છે પણ તેનો કોઈ જવાબ મળ્યો નથી. અંતે, મેજર જેકબે મૌન સ્વીકાર્યું અને સહી માટે ઢાંકાના રેસકોર્સ મેદાનમાં બે ખુરશીઓ મુકી.
Corona vaccination / અમેરિકામાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, ભારત સરકારનો આવો છે એકશન પ્લાન્ટ
ત્યાં સુધીમાં મેજર જનરલ જગજીતસિંહ અરોરા પણ ઢાંકા પહોંચી ગયા હતા. જગજિત અરોરા સામે, પાકિસ્તાનની સૈન્ય અધિકારી જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ, તેના 93,000 સૈનિકો સાથે ભારત દ્વારા મળેલી હારના અંતે આત્મસમર્પણ કરવું પડ્યું. એવું કહેવામાં આવે છે કે સમર્પણ કરતી વખતે નિયાઝીની આંખોમાં આંસુ ભરાયા આવ્યા હતા. જો કે, પછીથી સિમલા કરાર હેઠળ ભારત દ્વારા તમામ POWs ને મુક્ત કરવામાં આવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…