- અમેરિકામાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ
- ફાઇઝર વેક્સિનેશન લોકોને આપવાની શરૂઆત
- અમેરિકાનાં ઇતિહાસમાં સૌથી મોટું અભિયાન
- શરૂઆતમાં 600 સ્થળોએ વેક્સિનને મોકલાઇ
- ફાઇઝર વેક્સિન સ્થાનિકોને અગ્રતાક્રમે અપાશે
- અમેરિકામાં કોરોના સામે જંગ લડવા કવાયત
વિશ્વમાં કોરોનાની અસર સૌથી વધુ જોવામાં આવી રહી છે તે છે અમેરિકા. આમ તો વિશ્વનો ધનાઢ્ય અને સૌથી વિકસીત દેશ કહેવાતો અમેરિકા કોરોનાનાં કારણે ત્રાહીમામ પોકારી ચૂક્યો છે. અમેરિકામાં કોરોનાનાં સંક્રમણ અને મોતનાં આંકડા કંપારી છુટાડાવી દે તેવા છે અને માટે જ અમેરિકા કોરોના વેક્સિનેશનને લઇને દુનિયામાં સૌથી ઉતાવડો દેખાય છે.
Agreement / અજીત ડોવલની મોટી જીત, હવે માલદીવમાં છુપાયેલા દેશનાં દુશ્મનો …

અમેરિકામાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ
અમેરિકામાં વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ફાઇઝર કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનેશન લોકોને આપવાની શરૂઆત અમેરિકા દ્વારા કરી દેવામાં આવી છે. અમેરિકાનાં ઇતિહાસમાં સૌથી મોટું અભિયાન એટલે કે કોરોના સામે રક્ષણાત્મક રસી કરણ શરુ કરી દેવામાં આવ્યું છે. શરૂઆતમાં 600 સ્થળોએ વેક્સિનને મોકલાઇ છે. ફાઇઝર વેક્સિન માટે અમેરિકન સ્થાનિકોને અગ્રતાક્રમે અપાશે. કોરોના સામેની જંગ લડવાની કવાયત અમેરિકામાં શરુ થઇ ગઇ છે.
- વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારનો એકશન પ્લાન્ટ
- કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન કરાઇ જાહેર
- રસી લેવા 12 જાતનાં ઓળખનાં પુરાવા માન્ય
- રસી લેવા પૂર્વ નોંધણી કરાવવી પડશે
- કોમોર્બિર્ડિટી ધરાવનારને અગ્રતા અપાશે
- યાદીને આધારે 50થી ઉપરનાં લોકોની યાદી બનશે
- એક રાજ્યમાં એક જ ઉત્પાદકની રસી અપાશે
- રસી લીધા બાદ 30 મિનિટ રોકાવાનું રહેશે
વેક્સિન મુદ્દે ભારતની કેન્દ્ર સરકાર આવો છે એકશન પ્લાન્ટ

કોરોના સામે જંગ જીતવા માટે ભારતમાં પણ વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારનો એકશન પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાની વિગતો વિદીત છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે રસી લેવા 12 જાતનાં ઓળખનાં પુરાવા માન્ય ગણવામાં આવશે. રસી લેવા પૂર્વ નોંધણી કરાવવી પડશે. કોમોર્બિર્ડિટી ધરાવનારને રસીકરણમાં અગ્રતા અપાશે. સરકારની યાદીને આધારે 50 વર્ષથી ઉપરનાં લોકોની યાદી બનશે અને એક રાજ્યમાં એક જ ઉત્પાદકની રસી અપાશે. રસી લીધા બાદ 30 મિનિટ રસીકરણ કેન્દ્રમાં રોકાવાનું રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
