Not Set/ “મોદીજી એવી દુલ્હન છે જે રોટલી ઓછી વણે છે ને બંગડીઓ વધારે ખખડાવે છે” – નવજોત સિદ્ધુ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં જનસભા દરમિયાન પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં છવાય ગયો છે. તેણે કહ્યું કે, મોદીજી એવી દુલ્હન છે જે રોટલી ઓછી વણે છે ને બંગડીઓ વધારે ખખડે છે જેથી કરીને લોકોને એવું લાગે કે તે કામ કરી રહી છે. બસ આ જ થયું છે […]

Top Stories India
arjuo 12 "મોદીજી એવી દુલ્હન છે જે રોટલી ઓછી વણે છે ને બંગડીઓ વધારે ખખડાવે છે" - નવજોત સિદ્ધુ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં જનસભા દરમિયાન પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં છવાય ગયો છે. તેણે કહ્યું કે, મોદીજી એવી દુલ્હન છે જે રોટલી ઓછી વણે છે ને બંગડીઓ વધારે ખખડે છે જેથી કરીને લોકોને એવું લાગે કે તે કામ કરી રહી છે. બસ આ જ થયું છે મોદી સરકારમાં.

સિદ્ધુએ બીજેપીની સરખામણી ‘કાલા અંગ્રેજો’થી કરી દીધી, તેણે કહ્યું કે કોંગ્રેસ દેશ માટે સ્વતંત્રતા આપનારી પાર્ટી છે. તે મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેઓએ ગોરાઓથ સ્વતંત્રતા અપાવી હતી અને હવે તમે ઇન્દોર વાળા હવેકાલા અંગ્રેજોથી આ દેશને છુટકારો આપવશે.

ભાજપના નેતા ગિરિરાજસિંહે આના પર પલટવાર કરતા કહ્યું કે સિદ્ધુને સમજ નથી આવી રહ્યું કે ગોરા કોણ અને કાલા કોણ. સિદ્ધુ પર રાહુલ ગાંધીની સંગતની અસર થઈ રહી છે. સ્વતંત્રતા પછી પ્રથમ વખત કોઈ વડાપ્રધાનને આટલી ગાળો આપવામાં આવી. સિદ્ધુ એવો વ્યક્તિ છે જે દેશને તોડવાણી વાતો કરે છે.