Not Set/ દુશ્મનો સાનમાં રહેજો. ભારતીય વાયુસેનાનાં ભાથામાં “અપાચે” ફાઇટર હેલિકોપ્ટરનો ઉમેરો

ભારતીય વાયુસેનાને તેનું પ્રથમ અપાચે  ફાઇટર હેલિકોપ્ટર મળી ચૂંક્યુ છે. ઇન્ડિયન એર ફોર્સને અમેરિકા કંપનીએ એરિઝોનામાં પ્રથમ અપાચેની સોંપણી કરી દીધી છે. અમેરિકાની પ્લેન બનાવતી વિશ્વ વિખ્યાત કંપની “બોઇંગ” દ્વારા બનાવવામાં આવેલા HA-64E અને ‘લાદેન કિલર’નાં નામથી જાણીતા અપાચે ફાઇટર હેલિકોપ્ટરને વિશ્વનાં સૌથી આધુનિક અને ઘાતક ફાઇટર હેલિકોપ્ટર માનવામાં આવે છે. ભારતીય વાયુસેના દ્રારા યુ.એસ. […]

Top Stories India World
AH 64E 1 દુશ્મનો સાનમાં રહેજો. ભારતીય વાયુસેનાનાં ભાથામાં “અપાચે” ફાઇટર હેલિકોપ્ટરનો ઉમેરો

ભારતીય વાયુસેનાને તેનું પ્રથમ અપાચે  ફાઇટર હેલિકોપ્ટર મળી ચૂંક્યુ છે. ઇન્ડિયન એર ફોર્સને અમેરિકા કંપનીએ એરિઝોનામાં પ્રથમ અપાચેની સોંપણી કરી દીધી છે. અમેરિકાની પ્લેન બનાવતી વિશ્વ વિખ્યાત કંપની “બોઇંગ” દ્વારા બનાવવામાં આવેલા HA-64E અને ‘લાદેન કિલર’નાં નામથી જાણીતા અપાચે ફાઇટર હેલિકોપ્ટરને વિશ્વનાં સૌથી આધુનિક અને ઘાતક ફાઇટર હેલિકોપ્ટર માનવામાં આવે છે. ભારતીય વાયુસેના દ્રારા યુ.એસ. પાસેથી 22 અપાચે ફાઇટર હેલિકોપ્ટરો ખરીદવાનો સોદો કરવામાં આવ્યો હતો. તે સોદા પૈકીનું પ્રથમ અપાચે ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું છે.

ah 64 apache દુશ્મનો સાનમાં રહેજો. ભારતીય વાયુસેનાનાં ભાથામાં “અપાચે” ફાઇટર હેલિકોપ્ટરનો ઉમેરો

ભારતની વર્તમાન સરહદીય સ્થિતિ અને ભૌગોલીકતાને જોતા દુશ્મનનાં ઘરમાં પ્રવેશી અને મારવાની બેનમુન ક્ષમતા ધરાવતા અપાચેથી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને મારકણી થઇ ગઇ છે.અપાચે ભારતીય સૈન્યમાં સામેલ થનાર પહેલું અમેરિકન ફાઇટર હેલિકોપ્ટર છે. ભારત વર્ષોથી રશિયાન બનાવટનાં MI-35 હેલિકોપ્ટરનો ઉપયોગ કરતું આવ્યું છે. પરંતુ હવે MI-35 નિવૃત્તિનાં આરે આવી ગયા હોવાથી અપાચે MI-35નું સ્થાન લેશે.

apache diagram દુશ્મનો સાનમાં રહેજો. ભારતીય વાયુસેનાનાં ભાથામાં “અપાચે” ફાઇટર હેલિકોપ્ટરનો ઉમેરો568d7ee6c08a801c008b7616 750 577 દુશ્મનો સાનમાં રહેજો. ભારતીય વાયુસેનાનાં ભાથામાં “અપાચે” ફાઇટર હેલિકોપ્ટરનો ઉમેરો

અપાચે એવી રીતે રચાયેલ છે કે તે દુશ્મનની કિલ્લેબંધીમાં પ્રવેશી શકે છે અને દુશ્મન દેશોની સરહદોમાં પણ બિલકુલ આરામથી કોઇની નજરમાં આવ્યા વગર જ દાખલ થઇ હુમલો કરી શકે છે. ભારતનાં કાશ્મીરમાં આતંકવાદ સામે લડવામાં અને ખાસ કરીને POKમાં પાંગરતા આતંકી અડ્ડાનો ખુરદો બોલાવવામાં અપાચે ઉત્તમ સાબિત થઇ શકે તેવી ટેક્નોલોજીથી નિર્મીત કરવામાં આવ્યા છે.