Not Set/ અમદાવાદ: બાળ સંરક્ષણ ગૃહમાં નાની બાળાઓ પર પુરુષ દ્વારા કરાયો અત્યાચાર, જાણો

અમદાવાદ. બાળ સંરક્ષણ ગૃહ. જેનો હેતુ જ અનાથ બાળકીઓને સહારો મળી રહે અને તેનો વિકાસ ન રૂંધાય તેમ થાય છે. પરંતુ આ જ સંરક્ષણ ગૃહમાં બાળકીઓ પર અત્યાચાર થતો હોય તેવો વધુ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક બાળક સંરક્ષણ ગૃહમાં બાળકીઓને બેફામ માર મારવામાં આવી રહ્યો છે. સદ્ભાગ્યે બાળ […]

Top Stories Ahmedabad Gujarat
gjlkgjkfjglfkjglfjflk અમદાવાદ: બાળ સંરક્ષણ ગૃહમાં નાની બાળાઓ પર પુરુષ દ્વારા કરાયો અત્યાચાર, જાણો

અમદાવાદ.

બાળ સંરક્ષણ ગૃહ. જેનો હેતુ જ અનાથ બાળકીઓને સહારો મળી રહે અને તેનો વિકાસ ન રૂંધાય તેમ થાય છે. પરંતુ આ જ સંરક્ષણ ગૃહમાં બાળકીઓ પર અત્યાચાર થતો હોય તેવો વધુ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક બાળક સંરક્ષણ ગૃહમાં બાળકીઓને બેફામ માર મારવામાં આવી રહ્યો છે. સદ્ભાગ્યે બાળ સંરક્ષણગૃહમાં સીસીટીવી કેમેરો હોવાનાં કારણે સમગ્ર ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, બાળગૃહનો સિક્યુરીટી ગાર્ડ કેવી નિર્દયતાથી માસુમ અને લાચાર બાળકીઓને માર મારી રહ્યો છે.

એક તરફ સિક્યોરીટી ગાર્ડ તમાચા અને લાતો મારી રહ્યો છે. તો બીજી તરફ ગૃહમાતા ઉભી-ઉભી સમર્ગ્ર તમાશો જોઇ રહી છે. બાળગૃહની આડમાં ચાલતા આ કૌભાંડની હકિકત સિડબલ્યુસી અને શહેરી ચાઇલ્ડ પ્રેટેકશન ઓફીસરની રેડમાં બહાર આવી હતી. જેમાં ન માત્ર બાળકીઓને માર મારવાની પરંતુ સિક્યોરીટી ગાર્ડ શારીરીક છેડછેડ કરતો હોવાની હકિકત પણ સામે આવી છે. જે બાબતની અમદાવાદ મહિલા ક્રાઇમમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે. પરંતુ તે દરમ્યાનમાં મંતવ્ય ન્યુઝ દ્વારા દર્શાવવામાં આવતો આ એક્સક્લુઝીવ વિડીયો બાળગૃહના કૌભાંડની કહાની દર્શાવી રહ્યો છે.

અમદાવાદના પશ્ચીમ વિસ્તારમાં અનાથ બાળકો માટે બાળગૃહ બનાવવામાં આવેલ છે. જેમાં સરકાર પાસેથી બાળકોની કેળવણી અને ઉછેરની વાતો કરીને લાખ્ખો રૂપીયાની ગ્રાન્ટ પણ મેળવવામાં આવે છે. પરંતુ પડદા પાછળની હકિકત કંઇક અલગ જ છે. બાળગૃહમાં અનાથ અને પરેશાન બાળકો સાથે થતા અત્યાચારના એક્સક્લુઝીવ સિસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.