Not Set/ મંદસૌરમાં ખેડૂત ગોળીકાંડના એક વર્ષ પૂરા, ખેડૂતોના પરિવારને મળવા જશે રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત વર્ષ 6 જુને થયેલ ખેડૂત ગોળીકાંડના એક વર્ષ પૂરા થવા પર ખેડૂતોએ શુક્રવારના દિવસે 10 જૂન સુધી હડતાલ  જાહેર કરી છે. એક વર્ષ પહેલા થયેલ પોલીસ ફાયરિંગમાં લગભગ 7 ખેડૂતોના મોત થયા હતાં. આજે આ હત્યા કાંડના એક વર્ષ પુરા થતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંદસૌરમાં ફાયરીંગમાં મરી ગયેલ ખેડૂતોના પરિવારજનોને રાહુલ […]

Top Stories India Trending
rahul1 1496906992 મંદસૌરમાં ખેડૂત ગોળીકાંડના એક વર્ષ પૂરા, ખેડૂતોના પરિવારને મળવા જશે રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત વર્ષ 6 જુને થયેલ ખેડૂત ગોળીકાંડના એક વર્ષ પૂરા થવા પર ખેડૂતોએ શુક્રવારના દિવસે 10 જૂન સુધી હડતાલ  જાહેર કરી છે. એક વર્ષ પહેલા થયેલ પોલીસ ફાયરિંગમાં લગભગ 7 ખેડૂતોના મોત થયા હતાં. આજે આ હત્યા કાંડના એક વર્ષ પુરા થતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંદસૌરમાં ફાયરીંગમાં મરી ગયેલ ખેડૂતોના પરિવારજનોને રાહુલ ગાંધી મળશે.

રાહુલ ગાંધી એક રેલીને પણ સંબોધિત કરવાના છે. મંદસૌરથી લગભગ 20 કિમી દૂર ખોખરની એક કોલેજમાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરશે. રેલી અને મંદસૌર ઘટનાની પહેલી વર્ષગાંઠ છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ રેલીનું નામ ‘કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલી’ રાખ્યું છે. આજે આ આંદોલનનો છઠો દિવસ છે. રાહુલ ગાંધી સાથે આ રેલીમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત બીજા દિગ્ગજ નેતાઓ પણ આવી શકે છે. એવી પણ માહિતી પણ મળી રહી છે કે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આ રેલીમાં આવી શકે છે.

દેશના સાત રાજ્યોમાં આ આંદોલનમાં 130 સંગઠનો સામેલ છે. ખેડૂતોની માંગ છે કે દુધના ભાવ પેટ્રોલના ભાવની બરાબર થાય. શાકમાર્કેટમાં શાકભાજીની સપ્લાય બંધ કરવાથી શાકભાજીના ભાવ વધી ગયા છે.

કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન

ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ સહિત બીજી માંગોને લઈને ખેડૂતો હળતાળ પર છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં  6 જેટલા ખેડૂતોના મોત થયા હતા.