Not Set/ ભારત યાત્રાને લઇ હજી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી : વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્ય અતિથી તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે હજી સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈંડર્સે જણાવ્યું, “ટ્રમ્પને આમંત્રણ મળ્યું છે, પરંતુ તેઓને લાગતું નથી કે ભારત યાત્રા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ […]

World Trending
pm narendra modi donald trump ભારત યાત્રાને લઇ હજી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી : વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્ય અતિથી તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે હજી સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈંડર્સે જણાવ્યું, “ટ્રમ્પને આમંત્રણ મળ્યું છે, પરંતુ તેઓને લાગતું નથી કે ભારત યાત્રા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ કોઈ અંતિમ નિર્ણય કર્યો છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “હું જાણું છું કે, રાષ્ટ્રપતિને ભારત યાત્રા માટે નિમંત્રણ મળ્યું છે, પરંતુ હું નહિ માનતી કે, આ અંગે અત્યારસુધીમાં કોઈ અંતિમ નિર્ણય કરી લીધો છે. આવતા વર્ષે ગણતંત્ર દિવસની પરેડ પર ભારત દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ આપ્યું છે”.

જો કે પત્રકારો દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનવા અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સારા સૈંડર્સે કહ્યું હતું કે,૨+૨ વાતચીતમાં રાષ્ટ્રપતિ આગામી વર્ષની ભારત યાત્રા પર ચર્ચા કરશે”.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં અમેરિકી યાત્રા દરમિયાન વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન તેઓને ૨૬મી જાન્યુઆરીના રોજ ભારત આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું. આ પહેલા તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા વર્ષ ૨૦૧૫માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ચીફ ગેસ્ટ તરીકે ખાસ હાજર રહ્યા હતા.