Not Set/ એસસી-એસટી એક્ટ : કોંગ્રેસે ખેલ્યો દાંવ … સામે મળ્યો આવો જવાબ

લોકસભામાં ગુરુવારે એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઈને ફરી એકવાર તીખી ચર્ચા જોવા મળી હતી. કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે તમામ અધ્યાદેશ પાસ કરાવ્યા પરંતુ દલિતો અને આદિવાસીઓના હિત અને એમની રક્ષા કરવાવાળા એક્ટની મજબૂતી પર અધ્યાદેશ નથી લાવી શકી. જોકે, સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે કેબિનેટે આ વિષે બિલને […]

Top Stories India
27 1448627596 kahrge rajnath661 એસસી-એસટી એક્ટ : કોંગ્રેસે ખેલ્યો દાંવ ... સામે મળ્યો આવો જવાબ

લોકસભામાં ગુરુવારે એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઈને ફરી એકવાર તીખી ચર્ચા જોવા મળી હતી. કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે તમામ અધ્યાદેશ પાસ કરાવ્યા પરંતુ દલિતો અને આદિવાસીઓના હિત અને એમની રક્ષા કરવાવાળા એક્ટની મજબૂતી પર અધ્યાદેશ નથી લાવી શકી. જોકે, સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે કેબિનેટે આ વિષે બિલને પાસ કરી લીધું છે. અને આ જ સત્રમાં પાસ કરાવવામાં આવશે. હકીકતમાં કોંગ્રેસે એક રીતે દલિતો અને આદિવાસીઓના મુદ્દે ફરી એકવાર મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી હતી.

ગુરુવારે કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં એસસી-એસટી એક્ટ નો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે સરકાર ઘણા અધ્યાદેશ લાવી પરંતુ એસસી-એસટી એક્ટ પર કેમ અધ્યાદેશ નથી લાવતા. આના પર સરકાર સ્પષ્ટીકરણ આપે. ખડગેએ કહ્યું કે આ તબક્કે દેશમાં દર 15 મિનિટે અત્યાચાર થાય છે. આના પર અધ્યાદેશ લાવવાની જરૂર હતી. અમે સરકારને માંગ કરીએ છીએ કે આના પર કાલે અધ્યાદેશ લાવવામાં આવે. અમે સર્વ સંમતિથી આને પાસ કરાવીશું.

મોદી સરકાર તરફથી જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ખડગે એ જે સવાલ કર્યો છે એનાથી આશ્ચર્ય થયું છે. ગૃહમંત્રીએ કહ્યું કે કદાચ એમને જાણકારી મળી ગઈ છે કે મોદી કેબિનેટે આ બિલને અપ્રુવ કરી દીધું છે. રાજનાથ સિંહે કહ્યું કે એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાનો સંદેશ એવો ગયો છે કે એક્ટ નબળો થઇ ગયો છે. ત્યારે પીએમ મોદીએ વચન આપ્યું હતું કે આને નબળો નહિ પડવા દઈએ.

parliament house building 6284e13e 9592 11e8 bd6f c32900bc590c e1533200117249 એસસી-એસટી એક્ટ : કોંગ્રેસે ખેલ્યો દાંવ ... સામે મળ્યો આવો જવાબ

રાજનાથ સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે જરૂર પડી તો આનાથી પણ વધારે કઠોર બિલ લાવીશું. એમણે ખડગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે આ બિલને આ જ સત્રમાં પાસ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પરિષદે બુધવારે બુધવારે એસસી-એસટી એક્ટના મૂળ પ્રાવધાનોને બહાલ કરવાની મંજૂરી આપી છે.

રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીએ તો આંદોલનની ધમકી પણ આપી હતી. આ મામલે દલિત સંગઠનોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભારત બંધનું એલાન કર્યું હતું. 2 એપ્રિલે થયેલા ભારત બંધ દરમિયાન મોટા પાયે હિંસા પણ થઇ હતી.