ના હોય!/ કાશીના મણિકર્ણિકા સ્મશાનગૃહમાં સળગતી ચિતાની આસપાસ કેમ નૃત્ય કરે છે સેક્સ વર્કર્સ ..?

શોકમગ્ન વાતાવરમાં જોરથી વાગતા મ્યુઝીક ઉપર છોકરીઓ નૃત્ય કરે છે. જ્યારે મૃત્યુના મૌન વચ્ચે મનોરંજક નૃત્ય પ્ર્જનો માટે આઘાતજનક બની રહે છે.

Ajab Gajab News Trending
ramnani 9 કાશીના મણિકર્ણિકા સ્મશાનગૃહમાં સળગતી ચિતાની આસપાસ કેમ નૃત્ય કરે છે સેક્સ વર્કર્સ ..?

કાશીમાં મૃત્યુ પામેલા વ્યક્તિ વિષે એવું કહેવાય છે કે અહીં  મારનારાઓને સીધી મુક્તિ મળે છે. વિશ્વનો એકમાત્ર સ્મશાનઘાટ જ્યાં કયારેય ચિતાની અગ્નિ ઠરતી નથી. અહીં 24 કલાક લાસો બળતી રહે છે. પરંતુ જ્યારે સળગતી ચિતાઓની નજીક જયારે નૃત્ય સમારોહ યોજાય છે ત્યારે ….!!! શોકમગ્ન વાતાવરમાં જોરથી વાગતા મ્યુઝીક ઉપર છોકરીઓ નૃત્ય કરે છે. જ્યારે મૃત્યુના મૌન વચ્ચે મનોરંજક નૃત્ય પરિવારજનો  માટે આઘાતજનક બની રહે છે.

Hyderabad: Bar dancer stripped, thrashed for refusing sexual favours to customers - India News

સ્મશાન એટલે જીવનનો અંતિમ પડાવ અને અંતિમ સંસ્કાર. તે જ જીવનનું છેલ્લું સત્ય છે. પણ જરા વિચારો… .જો કોઈ એક  સ્મશાનગૃહમાં એક બાજુ ચિતા સળગતી હોય અને સ્મશાનમાં નૃત્ય શરુ કરે અને એ પણ મોટા અવાજ સાથે, તો તમે તેને શું કહેશો? મૌન, ઉદાસીનતા,  હતાશાઅને વચ્ચેવચ્ચે ચિતામાં બળતી લાકડીઓના ચાત્કવાનો અવાજ. દરેક સ્મશાનનું વાતાવરણ ગમગીન હોય છે.

પરંતુ સ્મશાન માટે એક રાત ખૂબ જ ખાસ છે. એક એવી રાત કે જે સ્મશાન માટે આનંદની રાત છે. કારણ કે આ સ્મશાનગૃહમાં આ રાત વર્ષમાં માત્ર એક જ વાર આવે છે.  અને તેથી જ આ રાત વર્ષની બાકીની 364 રાતોથી સંપૂર્ણ અનોખી બની જાય છે. આ સ્મશાન માટે આ ઉત્સવની રાત છે. આ એક રાત્રે આ સ્મશાનગૃહમાં એક બાજુ અંતિમ સંસ્કાર થાય છે તો બીજી બાજુ જોરશોરથી વાગતા મ્યુઝીક વચ્ચે સંગીત સંધ્યા પણ યોજાય છે.

Chita Par Thumke Kashi Manikarnika The Burning Ghat (DANCE ON PYRE) - YouTube

હવે સવાલ એ ઉભો થાય છે કે સળગતી ચિતાઓની વચ્ચે આ સંગીત સંધ્યા અને મોજમસ્તી કેમ ..? શું મૃત્યુ શૈયા પર પણ માનવીને શાંતિ નહિ મળે..? શા માટે કેટલીક છોકરીઓ સ્મશાન ગૃહમાં ચિતા નજીક જોરથી વાગતા સંગીત સાથે નૃત્ય કરી રહી છે?

વર્ષમાં એકવાર, કાશીના  મણિકર્ણિકા ઘાટ, ચિતા અને મહેફિલ બંનેનો સાક્ષી બને છે. એ જ મણિકર્ણિકા ઘાટ જે સદીઓથી મૃત્યુ અને મોક્ષનું સાક્ષી છે. ચૈત્ર નવરાત્રીની અષ્ટમીને દિવસે આ સ્મશાન ઘાટ ઉપર ઉજવાય છે આ ઉત્સવ. ઘટને શણગારવામાં આવે છે. એક એવી મહેફિલનું આયોજન થાય છે જે આનંદ કરતા આશ્ચર્યજનક અને દુખદ વધુ હોય છે.

Manikarnika Ghat - Wikipedia

આ મહેફિલની સત્યતા શું છે

હકીકતમાં સ્મશાન ઘટમાં ચિતાની નજીક નૃત્ય કરતી છોકરીઓ બીજું કોઈ નહિ પરંતુ સેક્સ વર્કર્સ હોય છે. એટલે કે ગઈકાલે જેને ન્ગ્ર્વધુ તરીકે અને પછી તાવાયાફના મે ઓળખવામાં આવતી હતી. અને આજે સેક્સ વર્કર્સ. પરંતુ તેમને ન તો બળજબરીથી અહીં લાવવામાં આવ્યા છે ન તો પૈસાના જોરે બોલાવવામાં આવે છે.

કાશીના મણિકર્ણિકા ઘાટ પર, મૃત્યુ પછી, મૃતકોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે, જ્યારે તે જ સમયે, તમામ નગરવધુઓ જીવતેજીવ મોક્ષ પામવાની આશાએ અહીં આવે છે અને નૃત્ય કરે છે. અને આવતા જન્મ માં આ દુખ અને તકલીફ ભર્યા જીવનમાંથી મુક્તિ માંગે છે. તેઓને ખાતરી છે કે જો તેઓ એક રાત આ રીતે નૃત્ય કરે છે, તો પછીના જન્મમાં તેમને આવા કલંક સહન કરવા પડશે નહિ.

તેના માટે, તે તેને મુક્તિ મેળવવાનો સમય છે. આ તક વર્ષમાં એકવાર ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે આવે છે. અને આ દિવસે, શહેરની તમામ નગરવધુઓ સ્મશાનની બાજુમાં શિવ મંદિરમાં એકઠા થાય છે અને પછી ભગવાનની સામે નૃત્ય કરે છે. અહીં આવતા તમામ નાગ્ર્વાધુઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી મને છે.

Manikarnika Burning Ghat Varanasi - Cremation Ghat Kashi (Banaras) - YouTube

આ પરંપરા સેંકડો વર્ષો જૂની છે

કાશીના આ સ્મશાન ઘાટ પર આ પરંપરા  અચાનક શરૂ થઈ ન હતી.  તેની પાછળ ઘણી જૂની પરંપરા છે. સ્મશાનના સન્નાટા વચ્ચે સેક્સ વર્કર્સના નૃત્યની પરંપરા સળીયો જૂની છે. માન્યતાઓ અનુસાર, તે સમયના પ્રખ્યાત નર્તકો અને કલાકારોને સેંકડો વર્ષો પહેલા રાજા માન સિંહ દ્વારા બાંધવામાં આવેલા બાબા મશનનાથના દરબારમાં પર્ફોમન્સ માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ આ મંદિર સ્મશાન મધ્યે હાજર હોવાથી,  તે સમયના ઘણા ટોચના કલાકારોએ તેમની કળા બતાવવા અહીં આવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ રાજાએ આ નૃત્યનો કાર્યક્રમ આખા શહેરમાં જાહેર કર્યો હોવાથી, તે પોતાની વાતોથી પાછળ હટ્યો નહીં. પણ વાત અહીંથી અટકી ગઈ હતી કે આખરે તેઓ સ્મશાન વચ્ચે નૃત્ય કરવા આવશે કોણ..?

Nautch girls perform dance around pyres in Varanasi's Manikarnika Ghat - YouTube

આ બધી ગડમથલમાં સમય ઝડપથી પસાર થી રહ્યો હતો. પરંતુ કોઈ પણ કશું સમજી શક્યું નહીં. જ્યારે કોઈએ  સમાધાન અંગે વિચાર્યું ન હતું, ત્યારે શહેરની બદનામ શેરીઓમાં રહેતી નગરવધુને આ મંદિરમાં નૃત્ય કરવા બોલાવવાનું નક્કી કરાયું. ઉપાય કામ કરી ગયો. અને શહેરના લોકો અહીં આવ્યા અને આ સ્મશાન વચ્ચે આવેલા મંદિરમાં નગરવધુએ નૃત્ય કરવાનું નક્કી કર્યું. આ પરંપરા ત્યારથી ચાલે છે.

સમય જતાં, જ્યારે શહેરની નગરવધુઓનો પરિવેશ બદલાયો અને ત્યારે ફરી એકવાર આ પરંપરા તૂટવાની અણી પર હતી. પરંતુ આજે પણ મુંબઈ ની બાર ડાન્સરને બોલાવી ને આ પ્રમ્પ્રનું પાલન કરવામાં આવે છે. માત્ર આટલું  જ નહીં, પરંપરાને કોઈપણ કિંમતે ચૂક ન કરવી જોઈએ, તેના માટે વિશેષ કાળજી પણ લેવામાં આવે છે અને વર્ષના આ ખૂબ જ ખાસ દિવસ માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રસંગને વધુ સફળ બનાવવા માટે પોલીસ-વહીવટીતંત્રના પ્રતિનિધિઓ નિશ્ચિતપણે આ મેળાવડાનો ભાગબને છે. આ પરંપરાના ઊંડા મૂળનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બનારસ આવતા ઘણા વિદેશી પ્રવાસીઓ આ ખાસ પ્રસંગને જોતા પોતાને રોકી શકતા નથી. આ ખૂબ જ અનોખી અને આઘાતજનક પરંપરા એટલી જ સાચી છે જેટલી સેક્સ વર્કર્સનું અસ્તિત્વ, જે દર વખતે મુક્તિની શોધમાં અહીં આવે છે.

આ પણ વાંચો:દુનિયામાં પહેલીવાર ડોક્ટરોએ કર્યો આવો ચમત્કાર, માતાના ગર્ભમાં જ કરી બાળકની બ્રેઈન સર્જરી

આ પણ વાંચો:કુકુરદેવ મંદિર – આ પ્રાચીન મંદિરમાં થાય છે કૂતરાની પૂજા

આ પણ વાંચો:પ્લેનમાં બનાવવામાં આવેલા આ મેકડોનાલ્ડ્સની અદભૂત ડિઝાઇન જોઇને આશ્ચર્યચકિત થઇ જશો

આ પણ વાંચો:બિલ્ડરે ઓછા ભાવે ખરીદ્યું હતું જૂનું મકાન, દિવાલ તોડતા જ મળ્યો મોટો ખજાનો!

આ પણ વાંચો:આ અદભૂત બજારમાં સામાન નહીં પણ દુલ્હન ખરીદવા આવે છે લોકો, જાણો શા માટે?