Not Set/ પીએમ મોદીના મજાક ઉડાવ્યા બાદ કોંગ્રેસ ભડકી ટ્રમ્પ પર, ભારતને અફઘાનિસ્તાન મામલે અમેરિકાની કોઈ સલાહની જરૂર નથી

દિલ્લી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સરકારે અફઘાનિસ્તાનને કરેલી સહાય પર પીએમ મોદીને નિશાનો બનાવીને તેમની મજાક ઉડાવી હતી. ટ્રમ્પને આ મજાક ભારે પડી ગઈ છે. ટ્રમ્પની આ શિખામણ પર કોંગ્રેસના નેતા  ભડકી ઉઠ્યા છે. Dear Mr. Trump,Stop mocking India’s PMIndia dosn’t need sermons from the U.S on AfghanistanUnder Dr Manmohan Singh, India helped build Afghan […]

Top Stories India Trending Politics
randeep પીએમ મોદીના મજાક ઉડાવ્યા બાદ કોંગ્રેસ ભડકી ટ્રમ્પ પર, ભારતને અફઘાનિસ્તાન મામલે અમેરિકાની કોઈ સલાહની જરૂર નથી

દિલ્લી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સરકારે અફઘાનિસ્તાનને કરેલી સહાય પર પીએમ મોદીને નિશાનો બનાવીને તેમની મજાક ઉડાવી હતી.

ટ્રમ્પને આ મજાક ભારે પડી ગઈ છે. ટ્રમ્પની આ શિખામણ પર કોંગ્રેસના નેતા  ભડકી ઉઠ્યા છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મામલે પ્રેસીડેન્ટ ટ્રમ્પને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘ પ્રિય ટ્રમ્પ, ભારતના વડાપ્રધાનની મજાક ઉડાડવાની બંધ કરો. ભારતે અફઘાનિસ્તાનને જે મદદ કરી છે તેને લઈને અમારે અમેરિકાના ઉપદેશની કોઈ જરૂર નથી. મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા તે સમયે અફઘાનિસ્તાનને નેશનલ એસેમ્બલને બનાવવામાં ભારતે મદદ કરી છે. માનવતા તરીકે દરેક જરૂરિયાતને લઈને આર્થિક રીતે અમે અફઘાનિસ્તાનના ભાઈઓ અને બહેનોની સાથે છીએ.

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ભારતના વડાપ્રધાન વિશે અમેરિકાના રાષ્ટ્રપતિની આ રીતની ટીપ્પણી યોગ્ય નથી અને તે અસ્વીકાર્ય છે. મને આશા છે કે સરકાર આ ટીપ્પણીની કડપ પ્રત્યુત્તર આપશે અને અમેરિકાને એ યાદ અપાવશે કે વર્ષ ૨૦૦૪થી અફઘાનિસ્તાનમાં રોડ અને ડેમ બનાવવામાં ભારતે મદદ કરી છે. ૩ બિલીયન ડોલરની મદદ કરવાનું પણ વચન આપ્યું છે.

શા માટે પીએમ મોદીની ઉડાવી મજાક ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે પીએમ મોદી ની મજાક ઉડાવી હતી.

પીએમ મોદીની અફઘાનિસ્તાનની એક લાઇબ્રેરીને ફંડ આપવાની વાત પરથી તેમણે મજાક ઉડાવી હતી. તેમનું માનવું છે કે તે વ્યર્થ છે. ટ્રમ્પે આ મજાક એક પ્રેસ કોન્ફરન્સમાં ઉડાવી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે મોદી વારંવાર મને જણાવી રહ્યા છે કે તેમણે અફઘાનિસ્તાનમાં એક લાઈબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે. શું તમે જાણો છો આ શું છે ? આ એવું હતું કે આપણે ૫ કલાકનો સમય બગાડ્યો અને અમારે તમને કથિત રૂપથી કહેવું જોઈએ કે લાઈબ્રેરી માટે ધન્યવાદ. મને એ ખબર નથી પડતી અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરીનો કોણ ઉપયોગ કરી રહ્યું છે.