ગઇકાલનાં ટ્રેડિંગ દિવસે મોટો ઘટાડો થયા પછી ગુરુવારે શેર બજાર ફરી શરૂ થયું વધારા સાથે શરૂ થયું છે. કારોબારની શરૂઆતની મિનિટમાં સેન્સેક્સે 250 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો. બુધવારે સેન્સેક્સ 503 અંક ઘટીને 38,593.52 ના સ્તરે બંધ રહ્યો હતો, રૂપિયો બુધવારે ત્રણ પૈસા તૂટીને 71.04 ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના ચોથા દિવસે, ગુરુવારે, ભારતીય શેરબજારમાં ફરી એકવાર ચમક જોવા મળી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ વધીને 38,800 નાં આંકને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ 75 પોઇન્ટની મજબૂતાઈ દર્શાવી હતી અને તે 11,550 નાં સ્તર પર કારોબાર કરી રહયુ છે.
શરૂઆતનાં કારોબારમાં, બેંકિંગ અને ઓટો ક્ષેત્રનાં શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકનાં શેરમાં 2 ટકાનો ઉછાળો જોવાયો હતો, જ્યારે ઈન્ડસઇન્ડ બેન્ક, મારૂતિ, કોટક બેંક, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી, ટાટા સ્ટીલ અને એશિયન પેઇન્ટ પણ ગ્રીન માર્ક પર ટ્રેડ કરી રહ્યા છે. દરમિયાન ગુરુવારે રૂપિયાની મજબૂતી શરૂ થઈ હતી. ડોલર સામે રૂપિયો 1 પૈસાનાં વધારા સાથે 71.02 પર ખુલ્યો. બુધવારે રૂપિયો ત્રણ પૈસા તૂટીને 71.04 નાં સ્તરે બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.