Not Set/ કેરળ : સબરીમાલા વિવાદને લીધે ચાલી રહેલા હિંસક દેખાવોમાં ૩૦૦૦થી વધુ લોકોની ધરપકડ

સબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશ બાદ રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ ચાલુ થઇ ગયો હતો. થોડા સમય પછી આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. Kerala: 3,178 persons have been arrested in connection with the violence across the state, 1,286 cases registered against 37,979 persons. #SabarimalaTemple— ANI (@ANI) January 5, 2019 અત્યાર સુધી કેરળમાં હિંસક દેખાવને […]

Top Stories India Trending
keke કેરળ : સબરીમાલા વિવાદને લીધે ચાલી રહેલા હિંસક દેખાવોમાં ૩૦૦૦થી વધુ લોકોની ધરપકડ

સબરીમાલા મંદિરમાં બે મહિલાના પ્રવેશ બાદ રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ ચાલુ થઇ ગયો હતો. થોડા સમય પછી આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.

અત્યાર સુધી કેરળમાં હિંસક દેખાવને પગલે પોલીસે ૩૧૭૮ લોકોની ધરપકડ કરી છે. આશરે ૩૭,૯૭૯ લોકો વિરુદ્ધ ૧૨૮૬ કેસ નોંધાયા છે.૧૩૨ પોલીસકર્મીઓ અને  ૧૦ મીડિયાકર્મીઓ સહિત ૧૭૪ લોકો આ હિંસામાં ઘાયલ થયા છે.

દેશી બોમ્બથી ઘર પર કરાયા હતા હુમલા 

શનિવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના સંસદ સભ્ય વી મુરલીધરનના ઘર પર દેશી બોમ્બથી હુમલો કર્યો છે.આ ઉપરાંત શુક્રવારે રાત્રે સીપીએમના નેતા એ.એન. સમશીરના ઘર પર પણ દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

જો કે આ હુમલાથી કોઈ નુકશાન નથી થયું. આની પહેલા પણ શુક્રવારે ભાજપ અને આરએસએસના કાર્યલયો પર સીપીએમના સમર્થકોએ હુમલો કરીને નુકશાન પહોચાડ્યું હતું. શુક્રવારે રાત્રે સીપીએમના કાર્યકર્તાઓએ આરએસએસના નેતા ચંદ્રનના ઘર પર પણ હુમલો કર્યો હતો.