Not Set/ ભારત સામેની ODI શ્રેણી માટે થયેલા કાંગારું ટીમના સિલેકશનને લઈ ભડક્યા આ દિગ્ગજ

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૧થી આગળ ચાલી રહી છે, જયારે હાલમાં ચોથી ટેસ્ટ મેચ સિડની ખાતે રમાઈ રહી છે. ચાર ટેસ્ટની આ સિરીઝ બાદ ભારત સામે રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ટીમનું સિલેકશન કરાયું છે. જો કે આ કાંગારું ટીમની પસંદગીને લઈ દિગ્ગજ સ્પિન […]

Top Stories Trending Sports
shane warne file reuters ભારત સામેની ODI શ્રેણી માટે થયેલા કાંગારું ટીમના સિલેકશનને લઈ ભડક્યા આ દિગ્ગજ

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૧થી આગળ ચાલી રહી છે, જયારે હાલમાં ચોથી ટેસ્ટ મેચ સિડની ખાતે રમાઈ રહી છે.

ચાર ટેસ્ટની આ સિરીઝ બાદ ભારત સામે રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા ટીમનું સિલેકશન કરાયું છે. જો કે આ કાંગારું ટીમની પસંદગીને લઈ દિગ્ગજ સ્પિન બોલર શેન વોર્ને સવાલો ઉઠાવ્યા છે.

AUS ODI SQUAD ભારત સામેની ODI શ્રેણી માટે થયેલા કાંગારું ટીમના સિલેકશનને લઈ ભડક્યા આ દિગ્ગજ

તેઓએ કહ્યું હતું કે, “ટીમનું આ સિલેકશન આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું નથી. આ પસંદગીને તેઓએ હાસ્યાસ્પદ અને વિના કોઈ સમજણ વગર કરવામાં આવ્યું છે”.

શેન વોર્ન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, “ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમની ઘોષણા કરવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓનું ટીમમાં નામ નથી અને બીજા અન્ય ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે. આ નિર્ણય ચોકાવનારો છે. આ સિલેકશનનો કોઈ મતલબ બનતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શુક્રવારે ભારત વિરુધ રમાનારી ૩ વન-ડે મેચની સિરીઝ માટે ૧૪ સભ્યોની ટીમની ઘોષણા કરાઈ છે, જેમાં ઝડપી બોલર પીટર સીડલ, ઉસ્માન ખ્વાજા અને નાથન લિયોનની વાપસી થઇ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ અંગે ગુસ્સે થયેલા શેન વોર્ને ત્યારબાદ ટ્વિટ કરીને પોતાની વન-ડે ટીમનું એલાન કર્યું છે. જેમાં ડાર્શી શાર્ટ, એરોન ફિન્ચ, એલેક્સ હેરી, શોન માર્શ, ગ્લેન મેકસવેલ, માર્કસ સ્ટોઈનિસ, એશ્ટન એગર અથવા તો મિશેલ માર્શ, જેમ્સ પેટીનશન, ઝેય રિચર્ડસન, રિલે મેરેડિથ, એડમ ઝામ્પાને શામેલ કરાયા છે.