Not Set/ અમદાવાદ: રેસ્ટોરન્ટ માલિકની આત્મહત્યા, વ્યાજખોરોના ત્રાસથી ભર્યું પગલું

અમદાવાદ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોમવારનાં રોજ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યા હોવાની ઘટના બહાર આવી છે. સોમવારે બનેલી આત્મહત્યાની ઘટનાની પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે વધુ માહિતી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા નક્ષુરામ મેવાડા નામના યુવકે મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. સૂચનાના આધારે જાણવા મળ્યું છે […]

Top Stories Ahmedabad Gujarat
suicide case મૃતક અમદાવાદ: રેસ્ટોરન્ટ માલિકની આત્મહત્યા, વ્યાજખોરોના ત્રાસથી ભર્યું પગલું

અમદાવાદ,

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોમવારનાં રોજ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યા હોવાની ઘટના બહાર આવી છે. સોમવારે બનેલી આત્મહત્યાની ઘટનાની પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે વધુ માહિતી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા નક્ષુરામ મેવાડા નામના યુવકે મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. સૂચનાના આધારે જાણવા મળ્યું છે કે રેસ્ટોરન્ટ માલિકે વ્યાજખોરોનાં ત્રાસથી આત્મહત્યા કરી છે.

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નક્ષુરામ મેવાડાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આત્મહત્યાની ચિઠ્ઠીના આધારે જાણવા મળ્યું છે કે નક્ષુરામ મેવાડાએ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરો નક્ષુરામ મેવાડા પાસેથી 10 ટકાના 40 ટકા વ્યાજ વસૂલતા હતા.

15 દિવસ પહેલા પણ વ્યાજખોરોએ મૃતકને માર માર્યો હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આપને જણાવી દઈએ કે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી થઇ ન હોવાનો પણ મૃતક દ્વારા આરોપ લગાવ્યો છે.
વ્યાજખોરોના વધતા ત્રાસના કારણે રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યો હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મેવાડાએ હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી છે. આ સુસાઇડ નોટ ઉપર તારીખ 18.06.2018 લખી છે. હોટેલ માલિક નક્ષુરામ મેવાડા દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ નીચે દર્શાવવામાં આવી છે.