કાનપુર/ પ્રેમીના લગ્નથી પરેશાન પ્રેમિકાનો ગળાફાંસો ખાઈને આપઘાત

પ્રેમીની સગાઈમાં જઈને ડાન્સ પણ કર્યો હતો

Top Stories India
YouTube Thumbnail 2024 02 28T164553.430 પ્રેમીના લગ્નથી પરેશાન પ્રેમિકાનો ગળાફાંસો ખાઈને આપઘાત

 @નિકુંજ પટેલ

કાનપુરમાં પ્રેમીના લગ્નથી હતપ્રત થઈ ગયેલી યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાની જીંદગી ટુંકાવી હતી. થોડા સમય પહેલા જ પ્રેમીની સગાઈમાં જઈને યુવતીએ ડાન્સ પણ કર્યો હતો. મૃતક યુવતીના રૂમમાંથી બે પેજની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં પ્રેમનો એક અજીભ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ પ્રેમીના લગ્નથી પરેશાન થઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. થોડા સમય પહેલા જ તેણે પ્રેમીની સગાઈમાં જઈને ડાન્સ પણ કર્યો હતો. તે સિવાય આપઘાત પહેલા તેણે બે પેજની સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે તેના પરિવારજનો પાસે માફી માંગી છે. બીજીતરફ બનાવ અંગે જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સાઢના ચંદૌલી ગામના રહેવાસી રામનારાયણની 30 વર્ષીય દિકરી સંગીતા યાદવ નગર નિગમમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. તે છેલ્લા છ મહિનાથી આંબેડકરપુરમમાં મનોરમા દેવીના મકાનમાં ભાડેથી રહેતી હતી. મંગળવારે સંગીતાએ તાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો લગાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતદેહને પંખા સાથે લટકેલી હાલતમાં જોઈને મકાન માલિકે પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બે પાનાની સ્યુસાઈડ નોટ કબજે કરી છે.

કલ્યાણપુરના ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં લગ્નથી પરેશાન થઈને તેણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે યુવતીના પરિવારજનોએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. ફરિયાદ મળ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા