Crime/ જો તું મને પૈસા નહિ આપે તો તારી ઉપર ખોટા કેસ કરી ફસાવીશ : નકલી પોલીસની ધમકી 

જો તું મને પૈસા નહિ આપે તો તારી ઉપર ખોટા કેસ કરી ફસાવીશ : નકલી પોલીસની ધમકી 

Ahmedabad Top Stories Gujarat
kite festival 15 જો તું મને પૈસા નહિ આપે તો તારી ઉપર ખોટા કેસ કરી ફસાવીશ : નકલી પોલીસની ધમકી 

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

કોરોના કાળમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે તો સાથે ઠગાઈ અને ચીટીંગ અને અન્ય ગોરખ ધંધાનું પ્રમાણ પણ વધ્યું છે. તેમાયે ખાસ કરીને ઓનલાઈન ચીટીંગ નું પ્રમાણ ખુબ વધ્યું છે. તો લોકો પિસા કમાવવા માટે ખોટા માર્ગે પણ વળી રહ્યા છે. આવો જ એક કેસ અમદાવાદ માં સામે આવ્યો છે. નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ આચરતા કેટલાક વ્યક્તિને સરખેજ  પોલીસે  ઝડપી લીધા છે.

પ્અરાપ્મત વિગતો અનુસાર અમદાવાદનાં સરખેજમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોરીલાલા મોર્ય નામનાં કોન્ટ્રાક્ટરને ત્રણ શખ્સોએ  ક્રાઇમબ્રાંચનાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી લૂંટી લીધો હતો.

અમદાવાદમાં રહેતા અને RCC લેબર કોન્ટ્રાક્ટનુ કામ કરતા હોરીલાલ મોર્ય મકરબા પેટ્રોલપંપથી વેજલપુર પોતાનાં ઘર તરફ જઇ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલા બે સહીત 3 અજાણ્યા ઇસમોએ ટોરેન્ટ પાવર હાઉસ પાસે તેઓને રોકી ક્રાઇમબ્રાંચની ઓળખ આપીને પોલીસ સ્ટેશન લઇ જઇ ખોટા કેસ કરવાની ધમકી આપી બાઇકની ચાવી લઇને મરકબા ઓડાનાં મકાનમાં લઇ ગયા હતા.

જ્યાં એટીએમમાં બેંક બેલેન્સ ચેક કરાવીને 66 હજાર રૂપિયા પડાવી લીધા. યુવકને પોતાની સાથે ઠગાઇ હોવાનું ધ્યાને આવતા તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી સહિતની વિગતો મેળવી બે આરોપીઓની ધરપકડ કરી છે.

રિક્ષાચાલક મોહસીનખાન પઠાણ તેમજ અમીત નાગર નામનાં આરોપીની ધરપકડ કરાઇ છે.  ત્યારે આ ગુનામાં અન્ય ફરાર આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.  તેમજ આ આરોપીઓએ આ રીતે પોલીસની ખોટી ઓળખ આપીને કોઇ વ્યક્તિને લૂંટ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.