Not Set/ ઇતિહાસમાં પહેલીવાર CJI એ હાઇકોર્ટના જજ સામે સીબીઆઈને FIR કરવા આપી મંજુરી

અલ્હાબાદ હાઈકોર્ટના જજ એસ.એન. શુક્લા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈને FIR દાખલ કરવાની મંજૂરી આપી.ભારતના  કાયદાના ઇતિહાસમાં આ રેર કેસ છે જેમાં હાઈકોર્ટના જજ સામે ફરિયાદ દાખલ કરવા સુપ્રીમ કોર્ટ મંજૂરી આપી હોય. મેડિકલ પ્રવેશ કૌભાંડમાં સંડોવણી હોવાના પુરાવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સીબીઆઈને કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી […]

Top Stories India
arjnn 1 ઇતિહાસમાં પહેલીવાર CJI એ હાઇકોર્ટના જજ સામે સીબીઆઈને FIR કરવા આપી મંજુરી

અલ્હાબાદ હાઈકોર્ટના જજ એસ.એન. શુક્લા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈને FIR દાખલ કરવાની મંજૂરી આપી.ભારતના  કાયદાના ઇતિહાસમાં આ રેર કેસ છે જેમાં હાઈકોર્ટના જજ સામે ફરિયાદ દાખલ કરવા સુપ્રીમ કોર્ટ મંજૂરી આપી હોય.

મેડિકલ પ્રવેશ કૌભાંડમાં સંડોવણી હોવાના પુરાવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સીબીઆઈને કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ અગાઉ ચીફ જસ્ટિસે વડાપ્રધાનને પત્ર લખીને આ મામલે સંસદમાં કાર્યવાહી કરવાનું કહ્યું હતું. આ અગાઉના CJI દીપક મિશ્રાએ ફરિયાદ પછી ત્રણ જજોની સમિતિ બનાવી હતી, જેમની તપાસમાં જસ્ટિસ શુક્લાની સંડોવણી બહાર આવી હતી. તે પછી, જસ્ટિસ શુક્લા પાસેથી ન્યાયિક કાર્ય પાછું ખેંચી લેવામાં આવ્યુ હતું.

તત્કાલીન CJI મિશ્રાએ તેમને રાજીનામું આપવા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું કહ્યું હતું, પરંતુ જસ્ટિસ શુક્લાએ ના પાડી. બાદમાં, જસ્ટિસ શુક્લાએ ન્યાયિક કાર્ય પરત કરવા CJI ને વિનંતી કરી હતી જે નામંજૂર કરવામાં અવી હતી.

કોઈ વર્તમાન જજ વિરુદ્ધ CJI ની પરવાનગી વિના FIR નોંધાવી શકાતી નથી, તેથી CBI એ CJI ને લેખિતમાં મંજૂરી માંગી હતી.

CBI એ પ્રસાદ ઇસ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાઈન્સમાં મેડીકલ એડમીશન કૌભાંડને લઈને ઓરિસ્સા હાઈકોર્ટના નિવૃત્ત જજ આઇ.એમ. કુદ્દુસી,પ્રસાદ એજ્યુકેશનલ ટ્રસ્ટના માલિક બી.પી. યાદવ, પલાશ યાદવ અને બીચૌલીએ વિશ્વનાથ અગ્રવાલ, ભાવના પાંડે સહિત મેરઠ એક મેડિકલ કોલેજના સુધિર ગિરી સામે તપાસ ચાલુ કરી છે. જાહેર અને ખાનગી સંસ્થાના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટ દ્વારા 46 મેડિકલ કોલેજો પર ગેરરીતિઓ હોવાને કારણે,આગામી એકથી બે વર્ષ સુધીના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજની પ્રસાદ ઇસ્ટીટ્યુટ ઓફ મેડીકલના નામનો પણ સમાવેશ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.