Not Set/ પોતાની રેજીમેન્ટ સાથે ફરજ બજાવવા એમ એસ ધોની પહોંચ્યા શ્રીનગર

નિવૃત્તિની અટકળોથી ચર્ચા જગાવનાર સ્ટાર ક્રિકેટર એમ એસ ધોની આજે શ્રીનગર પહોંચી ગયા હતા.હાલ વેસ્ટઇન્ડિઝની ટુરમાં સામેલ નહી થનાર  ધોની પંદર દિવસ અહીં પેરા મિલિટરી કમાન્ડો સાથે ફરજ બજાવશે.ધોની લશ્કરના ઓનરરી કર્નલ લેફ્ટનંટ તરીકે નિમણૂક પામ્યા છે. ભારતીય લશ્કરની પેરાશૂટ રેજિમેન્ટ તરફથી ધોનીને આ રેંક મળી છે. આ અગાઉ ધોનીએ આગ્રામાં પેરાશૂટ રેજિમેન્ટમાં બે સપ્તાહ […]

Top Stories Sports
arjnn 2 પોતાની રેજીમેન્ટ સાથે ફરજ બજાવવા એમ એસ ધોની પહોંચ્યા શ્રીનગર

નિવૃત્તિની અટકળોથી ચર્ચા જગાવનાર સ્ટાર ક્રિકેટર એમ એસ ધોની આજે શ્રીનગર પહોંચી ગયા હતા.હાલ વેસ્ટઇન્ડિઝની ટુરમાં સામેલ નહી થનાર  ધોની પંદર દિવસ અહીં પેરા મિલિટરી કમાન્ડો સાથે ફરજ બજાવશે.ધોની લશ્કરના ઓનરરી કર્નલ લેફ્ટનંટ તરીકે નિમણૂક પામ્યા છે.

ભારતીય લશ્કરની પેરાશૂટ રેજિમેન્ટ તરફથી ધોનીને આ રેંક મળી છે. આ અગાઉ ધોનીએ આગ્રામાં પેરાશૂટ રેજિમેન્ટમાં બે સપ્તાહ સુધી તાલીમ પણ લીધી હતી. હાલ ધોની ભારતીય લશ્કરની ટુકડી સાથે કશ્મીરમાં ફરજ બજાવશે અને પોતાની રેજિમેન્ટ સાથે જુદી જુદી કામગીરી બજાવશે.

ધોનીએ પોતે આ પોસ્ટિંગ માગી હતી. એને વિક્ટર ફોર્સ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. ધોની અહીં બે સપ્તાહ સુધી પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે. ભારતીય ક્રિકેટ ટીમને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવી ચૂકેલા ધોની ભારતીય પ્રાદેશિક સેના સાથે સંકળાયેલો છે. એને કર્નલ લેફ્ટનંટની માનદ્ રેંક આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.