Not Set/ દિલ્હી/ વધતા પ્રદૂષણને રોકવા આજથી દેશની રાજધાનીમાં લાગુ થશે ODD-EVEN Formula

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોચી ગયુ છે. રાજ્યમાં સ્થિતે હવે એવી બની છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. રવિવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યું હતું અને તેના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા સેંકડો લોકોએ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કર્યું હતું કે તેઓ ખરાબ હવાની ગુણવત્તાનાં કારણે શહેર […]

Top Stories India
ODD EVEN Formula દિલ્હી/ વધતા પ્રદૂષણને રોકવા આજથી દેશની રાજધાનીમાં લાગુ થશે ODD-EVEN Formula

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોચી ગયુ છે. રાજ્યમાં સ્થિતે હવે એવી બની છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. રવિવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યું હતું અને તેના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા સેંકડો લોકોએ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કર્યું હતું કે તેઓ ખરાબ હવાની ગુણવત્તાનાં કારણે શહેર છોડવા માગે છે. દરમિયાન લોકોને થોડી રાહત મળે છે અને હવામાં ઝેર થોડુ ઓછુ થાય તે માટે આજથી દિલ્હીમાં ઓડ-ઇવન વ્હીકલ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

આ નિયમ 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. ઓડ ઇવન સ્કીમ એ કેજરીવાલ સરકારનું યોગદાન છે. પાટનગર દિલ્હીને અડીને આવેલા નોઈડાની તમામ શાળાઓને બે દિવસથી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. વળી દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, નમસ્તે દિલ્હી! પ્રદૂષણ ઘટાડવા ઓડ ઇવન આજથી શરૂ થઈ રહ્યું છે. તમારા સ્વાસ્થ્ય, તમારા બાળકોનાં સ્વાસ્થ્ય અને તમારા પરિવારનાં શ્વાસ માટે ઓડ-ઇવન નું પાલન જરૂર કરે. કાર શેર કરો. તેનાથી મિત્રતામાં વધારો થશે, સંબંધો બનશે, પેટ્રોલ બચશે અને પ્રદૂષણ ઘટશે. દિલ્હી ફરીથી કરી બતાવશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વધી રહેલા પ્રદૂષણ પર નજર રાખી રહી છે. લગભગ 300 ટીમો પ્રદૂષણ ઘટાડવામાં વ્યસ્ત છે.

આ નિયમ હેઠળ 4, 6, 8, 12 અને 14 નવેમ્બરનાં રોજ રસ્તાઓ પર ઓડ નોંધણી નંબરો (1, 3, 5, 7, 9) સાથે પૂર્ણ થતા ફોર વ્હીલર ખાનગી વાહનોને રસ્તાઓ પર મંજૂરી આપવામાં આવશે નહીં. એ જ રીતે, ઇવન નંબરો (0, 2, 4, 6, 8) સાથે સમાપ્ત થતા નોંધણી નંબરોવાળા વાહનોને 5, 7, 9, 11, 13 અને 15 નવેમ્બરનાં રોજ રસ્તાઓ પર ચlલવા દેવામાં આવશે નહીં. આ યોજના 10 નવેમ્બરે (રવિવાર) લાગુ રહેશે નહીં અને અન્ય રાજ્યોનાં નોંધણી નંબરો પર પણ પ્રતિબંધ લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.