Not Set/ ગુજરાત/ દરિયા કાંઠે ‘મહા’ તોફાનનું એલર્ટ કરાયુ જાહેર, માછીમારોને ફિશિંગ ન કરવા સૂચન

રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહીને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યનાં સાગર કિનારે મહાવાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક રહેવાની શકયતા વ્યકત કરાઇ છે. તો બીજી બાજુ દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ભીતિ પણ વ્યકત કરાઇ છે. રાજ્યમાં મહા વાવાઝોડાનું એલર્ટ જાહેર […]

Top Stories Gujarat Others
Maha1 ગુજરાત/ દરિયા કાંઠે ‘મહા’ તોફાનનું એલર્ટ કરાયુ જાહેર, માછીમારોને ફિશિંગ ન કરવા સૂચન

રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહીને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યનાં સાગર કિનારે મહાવાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક રહેવાની શકયતા વ્યકત કરાઇ છે. તો બીજી બાજુ દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ભીતિ પણ વ્યકત કરાઇ છે.

Image result for fishing in gujarat sea"

રાજ્યમાં મહા વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે તેને ધ્યાનમાં લઇને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં આગામી 6 થી 8 નવેમ્બર સુધી  દરિયામાં ગયેલાં બોટ માલિકોએ ફિશિંગમાં ગયેલી બોટોને બંદર પર તાત્કાલિક પરત બોલાવવા ફરમાન કર્યુ છે. તેમજ માછીમારોને પોતાની હોળી,પીલાણા, બોટને સલામત સ્થળે લાંગરવા પણ સૂચના અપાઇ છે. ઉપરાંત માછીમારોને પણ કાંઠા વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6-7 નવેમ્બરે મહા વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે જેને લઇને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સતર્કતાનાં પગલાં લેવા સૂચન કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.