અફઘાનિસ્તાન/ કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતા 20ના મોત,40થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટ કાબુલની મસ્જિદમાં થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Top Stories World
8 28 કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થતા 20ના મોત,40થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટ કાબુલની મસ્જિદમાં થયો હતો. જેમાં 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.  લગભગ 40 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કાબુલની ઈમરજન્સી હોસ્પિટલે જણાવ્યું છે કે ત્યાં કુલ 27 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ કાબુલ શહેરના સર-એ-કોતલ ખેરખાનામાં આ બોમ્બ વિસ્ફોટ થયો હતો. કાબુલના સુરક્ષા વિભાગ ખાલિદ ઝરદાને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. હાલમાં સુરક્ષા દળો વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં સમગ્ર વિસ્તારને તાલિબાનના સુરક્ષાકર્મીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે, હાલમાં ઘાયલોને કાબુલની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.