Not Set/ વિધાનસભા સત્રઃ પૂર્વ PM વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી ગૃહ મુલતવી

અમદાવાદ: ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળ્યું છે. જેના અંતર્ગત સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે ગૃહમાં પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ બાદ ગૃહની કાર્યવાહી બુધવારે સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. સીએમ રૂપાણીએ વાજપેયીને […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
Assembly session: Paid Tribute to Former PM Vajpayee and House Postponed

અમદાવાદ: ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળ્યું છે. જેના અંતર્ગત સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે ગૃહમાં પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ બાદ ગૃહની કાર્યવાહી બુધવારે સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

સીએમ રૂપાણીએ વાજપેયીને આપી શોકાંજલિ

વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, “આપણે દિવ્ય ચેતના ધરાવતા નેતાને ગુમાવ્યા છે. અટલજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમની વિદાયથી ભારતીય રાજનીતિનો એક અધ્યાય પૂરો થયો છે.”

મુખ્યમંત્રી બાદ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સહિતના શાસક અને વિપક્ષના સભ્યોએ પૂર્વ વડાપ્રધાન એટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

બુધવારે પસાર થશે છ બિલ

પ્રથમ દિવસની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ આવતીકાલે બે સેશન મળશે, જેના અંતર્ગત પ્રથમ સેશન માટે બુધવારે સવારે ફરી ગૃહ મળશે. બુધવારે વિધાનસભામાં છ જેટલા પ્રસ્તાવ પસાર થઈ શકે છે. જેમાં (1) મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, (2) ચેન સ્નેચિંગના ગુનામાં સજા 10 વર્ષ કરવા અંગેનું બિલ, (3) જીએસટી સુધારા વિધેયક બિલ, (4) માલિકી અધિનિયમ બિલ (ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટ મંજૂરી), (5) નગરપાલિકા સુધારા બિલ અને (6) બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેના બિલનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અંગે ચર્ચા નહીં કરાય

બે દિવસના ચોમાસું સત્ર દરમિયાન કોંગ્રેસ તરફથી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લાવવામાં આવી છે. જોકે, સત્ર બે જ દિવસનું હોવાથી આ નોટિસ અંગે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નોટિસ માટે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી નથી, એટલે તેના અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.