Not Set/ અન્ડરડોગ અફઘાનિસ્તાન સામે હારવાની સાથે જ શ્રીલંકન ટીમ એશિયા કપમાંથી થઇ બહાર

દુબઈ, એશિયા કપની પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશ સામેની મેચ હાર્યા બાદ વધુ એકવાર શ્રીલંકન ટીમ મોટા ઉલટફેરની શિકાર બની છે. સોમવારે રમાયેલા ટુર્નામેન્ટના લીગ મુકાબલામાં અફઘાનિસ્તાનની ટીમે શ્રીલંકાને ૯૧ રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ સાથે જ ૫ વારની એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે […]

Trending Sports
DnWiy9PU0AEfkoj અન્ડરડોગ અફઘાનિસ્તાન સામે હારવાની સાથે જ શ્રીલંકન ટીમ એશિયા કપમાંથી થઇ બહાર

દુબઈ,

એશિયા કપની પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશ સામેની મેચ હાર્યા બાદ વધુ એકવાર શ્રીલંકન ટીમ મોટા ઉલટફેરની શિકાર બની છે. સોમવારે રમાયેલા ટુર્નામેન્ટના લીગ મુકાબલામાં અફઘાનિસ્તાનની ટીમે શ્રીલંકાને ૯૧ રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ સાથે જ ૫ વારની એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

DnV gGmUUAALCYe અન્ડરડોગ અફઘાનિસ્તાન સામે હારવાની સાથે જ શ્રીલંકન ટીમ એશિયા કપમાંથી થઇ બહાર
sports-asia-cup-dubai-bangladesh-afghanistan-beat-sri-lanka-by-91 runs- out

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૪૯ રનનો સ્કોર ખડકયો હતો અને વિરોધી ટીમને ૨૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ૨૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ માત્ર ૧૫૮ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ૯૧ રને પરાજય થયો હતો.

અન્ડરડોગ અફઘાનિસ્તાન સામે હારવાની સાથે જ શ્રીલંકન ટીમ એશિયા કપમાંથી થઇ બહાર
sports-asia-cup-dubai-bangladesh-afghanistan-beat-sri-lanka-by-91 runs- out

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને રહમત શાહની શાનદાર ૭૪ રનની ઇનિંગ્સના કારણે ૨૪૯ રન બનાવ્યા હતા. રહમત શાહ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ સહેજાદે ૩૪ અને ઇહસાનુલ્લાહ જનતે ૪૫ રન બનાવ્યા હતા. જયારે શ્રીલંકા તરફથી થીસારા પરેરાએ સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી. રહમત શાહને ૭૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ડરડોગ અફઘાનિસ્તાન સામે હારવાની સાથે જ શ્રીલંકન ટીમ એશિયા કપમાંથી થઇ બહાર
sports-asia-cup-dubai-bangladesh-afghanistan-beat-sri-lanka-by-91 runs- out

જો કે ત્યારબાદ અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકન ટીમ માત્ર ૧૫૮ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. શ્રીલંકા તરફથી માત્ર ઓપનર બેટ્સમેન ઉપુલ થરંગાએ સૌથી વધુ ૩૬ રન બનાવ્યા હતા. આ સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન અફઘાનિસ્તાનની વેધક બોલિંગ સામે ટકી શક્યા ન હતા.

અફઘાનિસ્તાન તરફથી સ્પિન બોલર મુજિબ ઉર રહેમાન, રાશિદ ખાન, મોહમ્મદ નબીએ અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.