Not Set/ લોર્ડઝ ટેસ્ટ મેચમાં કંઈ પણ યોગદાન આપ્યા વગર પણ આ બોલર કમાયો 11 લાખ રૂપિયા

લંડન ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમના એક ખેલાડીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીએ ન બોલિંગ કરી કે ન બેટિંગ કરી તેમ છતાં તેને 11 લાખ રૂપિયાની કમાણી કરી છે. પ્રારંભમાં આ વાત તમને અજીબ લાગશે પરંતુ આ રેકોર્ડ લોર્ડ્સમાં ભારત અને […]

Sports
adil rashid makes an unwanted record1534146152 લોર્ડઝ ટેસ્ટ મેચમાં કંઈ પણ યોગદાન આપ્યા વગર પણ આ બોલર કમાયો 11 લાખ રૂપિયા

લંડન

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમના એક ખેલાડીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીએ ન બોલિંગ કરી કે ન બેટિંગ કરી તેમ છતાં તેને 11 લાખ રૂપિયાની કમાણી કરી છે.

પ્રારંભમાં આ વાત તમને અજીબ લાગશે પરંતુ આ રેકોર્ડ લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જ થયું છે.

ઇંગ્લેન્ડનાં લેગ સ્પિન બોલર આદિલ રાશિદે ભારત સામેની ટેસ્ટ મેચમાં આ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મેચમાં કંઈ પણ કર્યા વગર આ ક્રિકેટરને મેચની ફી પેટે 11,07,874 રૂપિયા મળ્યા હતા.

આ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટ મેચના ઈતિહાસનાં 14માં ખેલાડી બની ગયા છે, જેમણે ના તો બેટિંગ કરી હોય, ના બોલિંગ કરી હોય, ના તો કોઈનો કેચ પકડ્યો હોય કે ના તો કોઈને રન આઉટ કર્યા હોય. પરંતુ તેઓ રૂપિયા કમાયા હોય.

હકીકતમાં, લોર્ડ્સના મેદાનમાં પીચની પરિસ્થિતિ જે રીતે હતી એ મુજબ સ્વિંગ બોલર માટે પીચ અનુકુળ નજર આવતી હતી અને એને કારણે ઇંગ્લેન્ડના કેપ્ટનને પોતાનાં સ્પિન બોલર આદિલ રાશિદની આખા મેચમાં ક્યાંય જરૂર જ ન પડી.

આદિલ રાશિદ ટીમનાં અગિયાર પ્લેયરમાંના જ એક પ્લેયર હતા, પરંતુ તેઓએ આ મેચ એક દર્શક તરીકે જ નિહાળી હતી.

આ ટેસ્ટ મેચ બાદ આદિલ રાશિદ છેલ્લા 13 વર્ષમાં આ પરિસ્થિતિનો સામનો કરનારા પહેલાં ઇંગ્લેન્ડ ખેલાડી બની ગયાં હતા. આ પહેલાં વર્ષ 2005 માં સ્પિન બોલર ગૈરાથ બેટ્ટીને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.