IPL 2021/ RCB નાં ખેલાડીઓ પ્રથમ મેચમાં પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં, જાણો કારણ

RCB ટીમ 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. પરંતુ RCB નાં ખેલાડીઓ તેમના પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં.

Sports
11 49 RCB નાં ખેલાડીઓ પ્રથમ મેચમાં પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં, જાણો કારણ

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. આ ટુર્નામેન્ટની તૈયારીઓમાં તમામ આઠ ટીમો એકઠી થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ હાફમાં સાતમાંથી પાંચ મેચ જીતી હતી અને IPL 2021 પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આરસીબીની ટીમ યુએઈમાં ભેગી થઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સોમવારે દુબઈ પહોંચ્યા હતા.

આ પણ વાંચો – Retirement / ઝિમ્બાબ્વેનાં આ દિગ્ગજ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ, અંતિમ મેચમાં મળી હાર

RCB ટીમ 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. પરંતુ RCB નાં ખેલાડીઓ તેમના પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં. આરસીબીની ટીમ વાદળી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આરસીબીની ટીમ કોવિડ-19 નાં ફ્રન્ટલાઈન યોદ્ધાઓને સન્માન આપવા માટે આ વાદળી રંગની જર્સી પહેરશે, જેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન મુશ્કેલ સમયમાં અથાક મહેનત કરી હતી. આરસીબીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી આપી છે. એક વીડિયો શેર કરતા આરસીબીએ કેપ્શનમાં લખ્યું, ‘અમે આરસીબીમાં બ્લૂ કિટને સ્પોર્ટ કરવા માટે સન્માનિત અનુભવી રહ્યા છીએ, જે ફ્રન્ટલાઈન યોદ્ધાઓની પીપીઈ કીટ સમાન રંગથી મળે છે, જેથી કોવિડ મહામારીની વિરુદ્ધનું નેતૃત્વ કરતા તેમની અમૂલ્ય સેવાને શ્રદ્ધાંજલિ આપી શકાય.

આ પણ વાંચો – Cricket / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા ધોનીને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

આરસીબીની ટીમ પહેલેથી જ ઘણી પહેલ પર પોતાનો ટેકો વ્યક્ત કરી ચૂકી છે. અગાઉ આરસીબી પર્યાવરણને ટેકો આપવા માટે દર વર્ષે લીલી જર્સી પહેરે છે. આ વર્ષે, ટીમે ફરીથી વાદળી જર્સી પહેરીને ભલાઈનો દાખલો બેસાડ્યો છે. આરસીબી ટીમની વાત કરીએ તો એડમ ઝમ્પા, ફિન એલન, ડેનિયલ સીમ્સ અને કેન રિચાર્ડસન યુએઈ સ્ટેજમાં જોવા મળશે નહીં. જો કે, આરસીબીએ તેના માટે વનિંદુ હસરંગા, દુષ્મંથ ચમીરા અને ટિમ ડેવિડને સામેલ કર્યા છે. કેપ્ટન વિરાટ કોહલી યુએઈ સ્ટેજમાં નવા ખેલાડીઓ સાથે કામ કરવા માટે આતુર છે. RCB દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કોહલીએ કહ્યું હતું કે, “બદલાયેલા ખેલાડીઓની શૈલી સારી છે. હું તેની સાથે કામ કરવા માટે આતુર છું. આશા છે કે, અમે આઈપીએલ 2021 નાં ​​પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ અમારું સારું પ્રદર્શન ચાલુ રાખી શકીશું.