Cricket/ એકવાર ફરી વિવાદમાં આવ્યો કોહલી, ક્રિકેટ નહી પણ રેસ્ટોરન્ટ બન્યુ કારણ

કોહલીની માલિકીની રેસ્ટોરન્ટ ચેઇન ‘વન8 કોમ્યુન’ પર આરોપ છે કે તેણે તેની રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોને પ્રવેશ આપવાની મનાઇ કરી. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

Sports
વિરાટ ફરી વિવાદમાં

ભારતીય ODI અને ટેસ્ટ ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી, જે હાલમાં T20 વર્લ્ડકપ 2021 પછી પોતાને ફ્રેશ કરવા માટે આરામ પર છે. જો કે હાલમાં તે એક અણધાર્યા વિવાદને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પ્રકાશમાં આવી ગયો છે. જણાવી દઇએ કે, કોહલીની માલિકીની રેસ્ટોરન્ટ ચેઇન ‘વન8 કોમ્યુન’ પર આરોપ છે કે તેણે તેની રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોને પ્રવેશ આપવાની મનાઇ કરી. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / શું જુત્તામાં નાખી બીયર પીવાનાં દ્રશ્યો થોડા ઘૃણાજનક નથી? – શોએબ અખ્તર

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અનુસાર, ‘One8 Commune’ રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોને પ્રવેશ આપવામાં આવતો નથી. સમલૈગિંક પુરૂષોને ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ટ્રાન્સવુમન એટલે કે સમલૈગિંક મહિલાઓને ડ્રેસ જોઈને રેસ્ટોરન્ટમાં આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મામલે વધી રહેલા વિવાદને જોતા કંપનીએ સ્પષ્ટતા આપી છે. One8 Communeએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘અમે કોઈપણ ભેદભાવ વિના દરેકનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. અમારું નામ સૂચવે છે તેમ અમે તમામ સમુદાયની સેવા આપવામા હંમેશા આગળ છીએ. ઉદ્યોગનાં વલણો અને સરકારી નિયમો અનુસાર, અમારી પાસે સ્ટેગ એન્ટ્રી એટલે કે એક વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. એનો અર્થ એ નથી કે અમે કોઈ સમુદાયનાં વિરોધમાં છીએ, પરંતુ તેમ છતાં જો કોઈ અજાણતા ઘટના બની હોય અથવા કોઈ ગેરસમજ થઈ હોય, તો અમે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિ અમને મળે, જેથી અમે આ વિવાદને યોગ્ય રીતે ઉકેલી શકીએ. ગ્રાહકો અમારી પ્રાથમિકતા છે અને તેમની સાથે મજબૂત અને દીર્ઘકાલીન સંબંધો બાંધવા એ અમારા અભિગમનો એક ભાગ છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, જાણો Schedule અને Head to Head વિશે

નોંધનીય છે કે, સમલૈગિંક સમુદાયનાં અધિકારોનું રક્ષણ કરતા જૂથ ‘યસ વી એક્ઝિસ્ટ’એ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘વિરાટ કોહલી તમે કદાચ આ વિશે જાણતા નથી, પરંતુ પૂણેમાં તમારી રેસ્ટોરન્ટ ‘વન8 કોમ્યુન’ સલૈગિંક મહેમાનોની સાથે ભેદભાવ કરે છે. અન્ય બ્રાન્ચોમાં પણ આવી જ નીતિ છે. આ અનપેક્ષિત અને અસ્વીકાર્ય છે. આશા છે કે તમે તેને જલ્દી બદલશો. અથવા તો રેસ્ટોરન્ટને સંવેદનશીલ બનાવવાનું વધુ સારું કામ કરો અથવા ભેદભાવપૂર્ણ વ્યવસાયોને બંધ કરો. ઉલ્લેખનીય છે કે વિરાટ દિલ્હી સહિત પુણે અને કોલકાતામાં ‘One8 Commune’ રેસ્ટોરન્ટ ચલાવે છે.