અમદાવાદ/ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે,વધુ એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

આરોપીઓ ક્રિપ્ટો કરન્સી મારફતે રૂપિયાની લેવડ દેવડ કરતા હતાં. ગ્રામ્ય એલસીબીએ મેજિક મશરૂમ, શેટર, ચરસ, ગાંજા સહિતનો મુદ્દામામલ જપ્ત કર્યો છે

Gujarat
Untitled 249 અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે,વધુ એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

    ગુજરાતમાં  દિવસેને દિવસે ડ્રગ્સના નવા કેસો મળી આવે છે. સમગ્ર ગુજરાતમાં ક્યાંકને ક્યાંક તો આ ડ્રગનનો મોટા પાયે વ્યાપાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે  રજની પોલોસ પણ આ ડ્રગ્સ માફિયાઓને  પકડવામાં સફળ થતી જોવા મળી રહી છે  ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ડ્રગ્સની તસ્કરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ અમેરિકામાંથી પાર્સલમાંથી આવતું ડ્રગ્સ પકડી પડ્યું છે.

આ પણ વાંચો ;પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

એક બાદ એક ડ્રગ્સના જથ્થા જપ્ત કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ હજુ તો દ્રારકા અને મોરબીમાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાનો મામલો હજુ તો પત્યો નથી ત્યાં તો આજે વધુ એક ડ્રગ્સ-ગાંજાનો જથ્થો ઝડપાયો છે.ગ્રામ્ય એલસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો ;શિક્ષક કેવી રીતે બન્યા કલેકટર / કરોળિયાની જેમ તનતોડ મહેનત કરી શિક્ષકમાંથી કેવી રીતે બન્યા કલેકટર તુષાર સુમેરા

આરોપીઓ ક્રિપ્ટો કરન્સી મારફતે રૂપિયાની લેવડ દેવડ કરતા હતાં. ગ્રામ્ય એલસીબીએ મેજિક મશરૂમ, શેટર, ચરસ, ગાંજા સહિતનો મુદ્દામામલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમેરિકાથી કાર્ગો મારફતે નશાનો સામાન આરોપીઓ મંગાવીને ડિલિવરી લેતાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા પોલીસે મુંબઈના શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સલાયામાંથી મોટાપ્રમાણમાં ડ્રગ્સ પકડાયું હતું અને સલાયા ઉતરેલા ડ્રગ્સ પૈકીનો મોટો જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે ઉતર્યો હોવાની આરોપીઓની કબૂલાત કરાઈ હતી.