Not Set/ હજુ પાંચ દિવસ ગુજરાત પર વરસાદી ખતરો, આવી છે મૌસમ વિભાગની આગાહી

મૌસમ વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ મેઘો વધુ પાંચ દિવસ ગુજરાતને ધરમોળશે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિશેષ વરસાદ વરસવાની મૌસમ વિભાગ દ્વારા જાણકારી આપવામા આવી રહી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સર્જાયેલું લૉ-પ્રેશર આગામી બે  અઠવાડીયા માટે સક્રિય થઇ ગુજરાતને ભારે વરસાદથી તરબોળ […]

Top Stories Gujarat
weather.PNG2 હજુ પાંચ દિવસ ગુજરાત પર વરસાદી ખતરો, આવી છે મૌસમ વિભાગની આગાહી

મૌસમ વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ મેઘો વધુ પાંચ દિવસ ગુજરાતને ધરમોળશે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિશેષ વરસાદ વરસવાની મૌસમ વિભાગ દ્વારા જાણકારી આપવામા આવી રહી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સર્જાયેલું લૉ-પ્રેશર આગામી બે  અઠવાડીયા માટે સક્રિય થઇ ગુજરાતને ભારે વરસાદથી તરબોળ કરે તેવી ચેતાવણી આપવામાં આવી છે.

હાલ રાજ્યભરમાં પડી રહેલ વરસાદ દરિયામાં સક્રિય બેં સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે ત્રીજા લો-પ્રેશર સર્જાવાને કારણે હાલત વધારે ગંભીર બને તેવી વકી જોવામાં આવી રહી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને કચ્છથી માંડી કાઠિયાવાડ અને ઉત્તર,મધ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસો માટે ભારે વરસાદ રહેશે.

weather.PNG1 હજુ પાંચ દિવસ ગુજરાત પર વરસાદી ખતરો, આવી છે મૌસમ વિભાગની આગાહી

રાજ્યમાં સર્વત્ર ભારે વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ત્યારે મૌસમ વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી બે અઠવાડીયા સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. તો આગામી દિવસોમાં મૌસમ વિભાગની જાણકારી અનુસાર દરિયામાં નવું લૉ – પ્રેશર નિર્માણ થાય તેવુ જોવામાં આવી રહ્યું હોવાથી દ્વારકા, જામનગર, કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ  ભારે વરસાદ પડવાની શક્યતા જોવામાં આવી રહી છે.
ભારે વરસાદની આગાહીના પગલે અને કાલે વડોદરામાં વરસેલી આકાશી આફતને ધ્યાન પર રાખી તંત્ર એલર્ટ મોડ પર જોવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમો અનામત રાખવામાં આવી છે.

હજુ પાંચ દિવસ ગુજરાત પર વરસાદી ખતરો, આવી છે મૌસમ વિભાગની આગાહી જુઓ સમગ્ર અહેવાલ……

https://www.youtube.com/watch?v=w4bxgeelq8A

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન