Not Set/ કાયદો બન્યો ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રપતિ કોવિંદએ આપી મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે રાત્રે મુસ્લિમ મહિલા વિધેયક-2019ને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ તલાક દેવાનો અપરાધ નક્કી કરાનાર બિલ કાયદો બની ગયો છે. મુસ્લિમ મહિલા વિધેયક, 2019 હવે કાયદો બની જતાં મૌખિક, લેખિત અથવા કોઇપણ અન્ય માધ્યમથી ત્રણ તલાક આપવો કાયદાકીય અપરાધ ગણાશે. ત્રિપલ તલાક બિલ લોકસભામાં ત્રણ […]

Top Stories India
arjnnn 5 કાયદો બન્યો ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રપતિ કોવિંદએ આપી મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે રાત્રે મુસ્લિમ મહિલા વિધેયક-2019ને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ તલાક દેવાનો અપરાધ નક્કી કરાનાર બિલ કાયદો બની ગયો છે. મુસ્લિમ મહિલા વિધેયક, 2019 હવે કાયદો બની જતાં મૌખિક, લેખિત અથવા કોઇપણ અન્ય માધ્યમથી ત્રણ તલાક આપવો કાયદાકીય અપરાધ ગણાશે.

ત્રિપલ તલાક બિલ લોકસભામાં ત્રણ વાર પાસ થયા છતાં રાજ્યસભામાં નામંજૂર થયેલું વિધેયક અંતમાં મંગળવારે ઉચ્ચ સદનમાં પણ પાસ થઇ ગયું. જેમાં બિલની તરફેણમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યા હતા.

લોકસભાની ચૂંટણી 2019 પછીના પ્રથમ રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને પ્રમુખપદના વાલીપણા પર પરિષદના સમયગાળા દરમિયાન 25 જૂનની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખની ભૂલ સુધારણાની અપિલ હતી.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ઘણા નવા મિત્રો બન્યા હતા, પરંતુ દરેક વખતે તેઓ પહેલી તક ચુક્યા હતા. 1950 ના દશકમાં યુનિફોર્મ સિવીલ કોડ પર બહુસના દરમિયાન પહેલી તક ચુક્યા. તે પછી 35 વર્ષ પછી શાહાનબો કેસ દરમિયાન અન્ય તક ગુમાવી. હવે ત્રણ તલાક બિલના રૂપમાં તેની પસે વધુ એક તક છે.

ગયા અઠવાડિયે લોકસભામાં બહુમતી સાથે આ બીલ પાસ થયા પછી, રાજ્યસભામાં ચોથી વખત તેને લઈને સંમતિ હોવાની શંકા હતી. કારણ એ છે કે ઉપલા ગૃહમાં સરકાર પાસે બહુમતી નથી. તેમ છતાં, વિરોધી પક્ષો અને સાથી પક્ષોની મદદથી બિલ પાસ થઇ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.