Not Set/ પાકિસ્તાને કર્યો દાવો, પંજાબ પ્રાંતથી ભારતીય જાસૂસની ધરપકડ

પાકિસ્તાને એક વારફરી ભારત પર ખોટો આરોપ લગાવતા બુધવારે દાવો કર્યો કે તેને એક કથિત ભારતીય જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે તેઓએ આ આ જાસૂસને પંજાબ પ્રાંતના ડેરા ગાજી ખાન જીલ્લાથી પકડ્યો છે. તે ક્ષેત્ર લહૌરથી 400 કિલોમીટર દૂર છે. શખ્સની ઓળખ રાજુ લક્ષ્મણની તરીકેથઈ છે. કથિત જાસૂસે પોલીસ પુછતાછમાં કબૂલ્યું […]

Top Stories India
arjnnn 4 પાકિસ્તાને કર્યો દાવો, પંજાબ પ્રાંતથી ભારતીય જાસૂસની ધરપકડ

પાકિસ્તાને એક વારફરી ભારત પર ખોટો આરોપ લગાવતા બુધવારે દાવો કર્યો કે તેને એક કથિત ભારતીય જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે તેઓએ આ આ જાસૂસને પંજાબ પ્રાંતના ડેરા ગાજી ખાન જીલ્લાથી પકડ્યો છે. તે ક્ષેત્ર લહૌરથી 400 કિલોમીટર દૂર છે. શખ્સની ઓળખ રાજુ લક્ષ્મણની તરીકેથઈ છે.

કથિત જાસૂસે પોલીસ પુછતાછમાં કબૂલ્યું છે કે તે ભારતનો રહેવાસી છે અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાસૂસી કરતો હતો. પોલીસનું કહેવું છે કે ધરપકડ દરમિયાન રાજુ બલુચિસ્તાનના ડેરા ગાજી ખાન જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાજુને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યો છે. જ્યાં પાકિસ્તાની એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાને આરોપી જાસૂસ હોવાનો દાવો કરીને કુલભૂષણ જાધવને જેલમાં બંધ કરી દીધો છે. આ પાયાવિહોણા આરોપમાં તેમણે જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે (આઈસીજે) તેમને ફરીથી વિચારવાનું કહ્યું છે. કોર્ટે જાધવને રાજદ્વારી પ્રવેશ ન આપવાના પાકિસ્તાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને વિએના સંધિના ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનો દાવો છે કે તેમણે જાધવને માર્ચ 2016 માં બલુચિસ્તાન પ્રાંતથી ધરપકડ કરી હતી જ્યારે તે ઈરાનથી પાકિસ્તાન ગયો હતો. ભારતે આ બધા દાવાઓને એક સાથે રદ કર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં ભારતે આ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવ્યો હતો. જ્યાં જાધવને ફાંસી આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.