Not Set/ વડોદરામાં વરસાદ સાથે “વિશ્વામિત્રી”નો પણ વરસી રહ્યો છે કહેર

વડોદરામાં વરસાદ સાથે “વિશ્વામિત્રી” નદીનો પણ કહેર વરસી રહ્યો છે. વડોદરાવાસીઓનાં હાલ બેહાલ બન્યા છે. શહેરમાં 20 ઈંચ વરસાદ ખાબક્તા ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તો વિશ્વામિત્રી નદી પણ ઓવરફ્લો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વિશ્વામિત્રી નદીનાં પૂરનાં પાણી આસપાસનાં વિસ્તારમાં કહેર વર્તાવી રહ્યા છે. નદી ગાંડીતૂર બનતા પાણી લોકોના ઘરોમાં […]

Top Stories Gujarat Vadodara
brd vishwamitri વડોદરામાં વરસાદ સાથે "વિશ્વામિત્રી"નો પણ વરસી રહ્યો છે કહેર

વડોદરામાં વરસાદ સાથે “વિશ્વામિત્રી” નદીનો પણ કહેર વરસી રહ્યો છે. વડોદરાવાસીઓનાં હાલ બેહાલ બન્યા છે. શહેરમાં 20 ઈંચ વરસાદ ખાબક્તા ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તો વિશ્વામિત્રી નદી પણ ઓવરફ્લો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વિશ્વામિત્રી નદીનાં પૂરનાં પાણી આસપાસનાં વિસ્તારમાં કહેર વર્તાવી રહ્યા છે. નદી ગાંડીતૂર બનતા પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે. મેઘ તાંડવથી જનજીવન પર માઠી અસર પહોંચી છે. બંને કાંઠે કહેર વહેરીતી નદીનાં પાણી આસપાસમાં ફરીવળતા ભીમનાથ બ્રિજ હાલ બંધ કરાયો છે.

brd.PNG1 વડોદરામાં વરસાદ સાથે "વિશ્વામિત્રી"નો પણ વરસી રહ્યો છે કહેર

મહત્વનું છે કે, વડોદરામાં આફતનો મેઘો વરસતા વડોદરાવાસીઓના હાલ બેહાલ બન્યા છે. ત્યારે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતા તંત્ર વધુ સજાગ બન્યું છે. વિશ્વામિત્રી નદીનાં પુરનાં પાણી શહેરમાં ઘુસ્યા હોવાથી, નદીકાંઠાનાં વિસ્તારો પુરનાં પાણીમાં ગરકાવ થયા છે. હરણી, સમા, સિદ્ધાર્થ બંગલો, વુડા સર્કલ જેવા વિસ્તારમાં લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. લગભગ 1000થી પણ વધુ લોકો પુરનાં પાણીમાં ફસાયા હોવાથી ફસાયેલા લોકોને બચાવવા NDRFનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું કરી દેવામા આવ્યું છે. NDRF ની ચાર ટીમો બચાવ કામગીરીમાં લાગી છે, NDRFનાં દોઢસો જવાનો લોકોને બચાવવામાં ગ્રાઉન્ડ પર છે ત્યારે આફતમાં ઉમદા કાર્યો માટે પ્રખર NDRF દ્વારા અત્યાર સુધી 500 થી વધુ લોકોને બચાવાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

brd વડોદરામાં વરસાદ સાથે "વિશ્વામિત્રી"નો પણ વરસી રહ્યો છે કહેર

આપને જણાવી દઇએ કે વિશ્વામિત્રી નદી મગરો નાં ઘર તરીકે પણ ખુબ જાણીતી છે અને સામાન્ય વરસાદથી પણ પાણીની સપાટી વધતા મગરો વડોદરા શહેરમાં પ્રવેશી જતી હોય છે, ત્યારે આવા ભારે વરસાદને કારણે ગાંડીતૂર બનેલી વિશ્વામિત્રી નદી વધુ ભયાનક બની રહે છે. આ પરિસ્થિતિમાં રેસ્ક્યૂની કામગીરી પણ અત્યંત જોખમી માનવામા આવે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન