Covid-19/ કોરોનાની ‘દવા’ બનાવવાનો દાવો કરનારી ‘પતંજલિ’ માં 83 લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં કુંભ બાદથી કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે.

Top Stories India
123 96 કોરોનાની 'દવા' બનાવવાનો દાવો કરનારી 'પતંજલિ' માં 83 લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં કુંભ બાદથી કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં 83 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. પતંજલિ સંકુલમાં જ તમામ સંક્રિમતોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હોવાના કારણે હાહાકાર મચી ગયો છે. પતંજલિ યોગપીઠમાં હાજર અન્ય લોકોનો પણ હવે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં બાબા રામદેવનો કોરોના ટેસ્ટ પણ થઈ શકે છે.

123 97 કોરોનાની 'દવા' બનાવવાનો દાવો કરનારી 'પતંજલિ' માં 83 લોકો કોરોના સંક્રમિત

રાજકારણ / સુમિત્રા મહાજનનાં નિધનનાં ફેક ન્યૂઝ ટ્વીટ કરી ખૂબ ટ્રોલ થયા શશી થરૂર

યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ યોગ પીઠમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઇ છે. પતંજલિમાં 83 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો બાબા રામદેવની ત્રણ જુદી જુદી સંસ્થાઓમાં મળ્યા છે. તેમાંથી 46 કોરોનાથી સંક્રમિત પતંજલિ યોગપીઠ, 28 યોગ ગ્રામ અને 9 કોરોનાથી સંક્રમિત આચાર્યકુલમમાં મળી આવ્યા છે. જો કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, બાબા રામદેવની સંસ્થાઓમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ નથી. તિજારાવાલાએ ટ્વીટર હેન્ડલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મીડિયામાં ચાલી રહેલી બાબા રામદેવની સંસ્થામાં કોરોના સંક્રમિતોનાં મળવાનાં સમાચાર ફેક છે.

123 98 કોરોનાની 'દવા' બનાવવાનો દાવો કરનારી 'પતંજલિ' માં 83 લોકો કોરોના સંક્રમિત

ડબલ મ્યુટેશન વાયરસની અસર / બ્રિટેન બાદ હવે UAE એ ભારતીય પ્રવાસીઓ પર 10 દિવસનો લગાવ્યો પ્રતિબંધ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પતંજલિની બહાર દરેકનું કોવિડનો ટેસ્ટ કરવામાં આવે છે અને જો કોઈ પોઝિટિવ છે, તો તેને અંદર કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યોગગ્રામ, નિરામયમ, આચાર્યકુલમ, પતંજલિ વગેરે સંસ્થાઓમાં કોઈ કોરોના સંક્રમિત નથી. આ તમામ સંસ્થાઓમાં દર્દીઓનાં કોરોના ટેસ્ટિંગ માટેનાં કેન્દ્રો છે. જેમને ચેપ લાગ્યો છે તેઓને સંસ્થાઓમાં પ્રવેશની મંજૂરી નથી. બાબા રામવેદની સંસ્થામાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત મળવાથી હાહાકાર મચી ગયો છે. આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિતોનાં કોન્ટ્રેક્ટ ટ્રેસિંગમાં રોકાયેલા છે. આરોગ્ય વિભાગની ટીમ જરૂર પડે ત્યારે યોગ ગુરુ સ્વામી રામદેવનો પણ કોરોના ટેસ્ટ કરી શકે છે.

Untitled 40 કોરોનાની 'દવા' બનાવવાનો દાવો કરનારી 'પતંજલિ' માં 83 લોકો કોરોના સંક્રમિત