Tamil Nadu/ ભારતનો પહેલો વર્ટિકલ બ્રીજ 2022 માં બનીને થશે તૈયાર, જુઓ PHOTOS

નવો પંબન પુલ 2.07 કિલોમીટર લાંબો હશે, તે ભક્તો, તીર્થયાત્રીઓ માટે એક વરદાન રૂપ સાબિત થશે. જે રામેશ્વરમ, ધનુષકોડી અને તામિલનાડુની આધ્યાત્મિક યાત્રા કરવા માટે ઈચ્છે છે તેના માટે આશીર્વાદરૂપ છે.

Top Stories
Railway OB ભારતનો પહેલો વર્ટિકલ બ્રીજ 2022 માં બનીને થશે તૈયાર, જુઓ PHOTOS

તામિલનાડુના નવા પંબન બ્રીજ એટલે કે દેશનો પહેલો વર્ટિકલ રેલવે સી બ્રીજ જલ્દી જ બનીને તૈયાર થઇ જશે. આ બ્રીજનું નિર્માણ કાર્ય માર્ચ- 2022 સુધી પૂર્ણ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલયે રવિવારે જાહેરાત કરી છે કે, મંડપમ માં 2.07 કિલોમીટર લાંબો પંબન રેલવે પુલનું નિર્માણ કાર્ય 2022 સુધી પૂર્ણ થઇ થઇ જશે, જે રામેશ્વરમને તામિલનાડુ સાથે જોડશે.

નવો પંબન પુલ 2.07 કિલોમીટર લાંબો હશે, તે ભક્તો, તીર્થયાત્રીઓ માટે એક વરદાન રૂપ સાબિત થશે. જે રામેશ્વરમ, ધનુષકોડી અને તામિલનાડુની આધ્યાત્મિક યાત્રા કરવા માટે ઈચ્છે છે તેના માટે આશીર્વાદરૂપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પંબન ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા આ બ્રીજે નિભાવી છે. આવનારા મહિનાઓમાં પંબન બ્રીજને નવા પંબન બ્રીજ સાથે જોડી દેવામાં આવશે. આ બ્રીજના નિર્માણ કાર્ય માટે 280 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલો આ પુલ ભારતનો સૌથી પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રીજ હશે. આ પુલનું નિર્માણ રેલવે પુલના સમાંતર કરવામાં આવી રહ્યું છે. 2.07 કિમી લાંબા પુલને આધુનિક ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવી રહ્યો છે.  રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પુલની વિશેષતા એ છે કે, જહાજોના પસાર થવા સમયે પુલને મધ્ય સ્પાનમાંથી ઉપર ઉઠાવી શકાય છે. આ પુલની મદદથી તામિલનાડુના પર્યટન વ્યવસાયમાં પણ વિકાસ થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નિર્માણ થવા પર આ નવો પંબન બીરજ 18.3 મીટરના 100 સ્પાન સાથે 2.07 કિમીથી વધારે લાંબો હશે અને 63 મીટરનો એક નેવિગેશનલ સ્પાન પણ હશે. જે સ્ટીમરોની આવનજાવનને સક્ષમ રીતે મેનેજ કરી શકે તેઓ હશે અને તેને મેન્યુઅલી રૂપે સંચાલિત કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પુલઇલેક્ટ્રો-મિકેનિકલ નિયંત્રિત સિસ્ટમથી પર હશે અને ટ્રેન નિયંત્રણ પ્રણાલી સાથે ઇન્ટરલોક કરવામાં આવશે.