OMG!/ ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

એક યુવતી તેના પ્રેમી સાથે બહાર ફરવા જવા માટે ટાઇટ હાફ પેન્ટ પહેર્યુ હતુ. પરંતુ આ ટાઇટ હાફ પેન્ટ તેના માટે મોટી મુસબિત બની ગયુ હતુ.

Ajab Gajab News
11 101 ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

દુનિયાની દરેક છોકરી ફેશનની શોખીન હોય છે. દરેક વ્યક્તિ ખૂબ સુંદર દેખાવા માંગે છે. ખાસ કરીને જો તે તેના પ્રિયજન સાથે બહાર જતી હોય. આવુ જ એક છોકરીએ કર્યુ હતુ. તેણે તેના પ્રેમી સાથે બહાર ફરવા જવા માટે ટાઇટ હાફ પેન્ટ પહેર્યુ હતુ. પરંતુ આ ટાઇટ હાફ પેન્ટ તેના માટે મોટી મુસબિત બની ગયુ હતુ.

11 104 ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

આ પણ વાંચો – Interesting / બાળકે કર્યો એવો જુગાડ, સાઇકલ બની ગઇ Washing Machine

આપનેે જણાવી દઇએ કે, તેને પહેરીને ચાલવાને કારણે તેની જાંઘમાં ઈજા થઇ ગઇ હતી. આ ઈજાએ એટલું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું કે આખરે આ છોકરીને થોડા દિવસો પછી સીધા હોસ્પિટલમાં જવું પડ્યું હતુ, જ્યાં ડોક્ટરોએ તેને ICU માં દાખલ કરી હતી. છોકરીનું નામ સેમ છે. સેમે તેના Tiktok એકાઉન્ટ પર તેની સાથે આ ઘટના શેર કરી હતી. જ્યાં તેની ડેટ પરથી આવ્યા બાદ યુવતીને એવું ઇન્ફેક્શન થયું કે તે સીધી હોસ્પિટલ પહોચી ગઇ હતી. તેની ઈજા એટલો વધી ગઇ કે તેને સીધા જ ICU માં દાખલ કરવામાં આવી. પોતાની હાલત અંગે સેમે કહ્યું કે, ડેટ પરથી આવ્યાનાં થોડા દિવસો સુધી તે પોતાની કમરની નીચેનો ભાગ અનુભવી શકતી ન હોતી. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે થોડા દિવસોમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

11 103 ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

સેમ તેના બોયફ્રેન્ડ સાથે ડેટ પર ગઇ હતી. આ દરમિયાન તેણે ખૂબ જ ટાઇટ હાફ પેન્ટ પહેર્યું હતું. આઠ કલાક સુધી યુવતી પેન્ટ પહેરીને ફરતી રહી. આ પછી, જ્યારે તે ઘરે પરત ફરી, ત્યારે તેણીને તેની કમર નીચે દુખાવો થવા લાગ્યો. તેણીને દુખાવો થવા લાગ્યો હતો, ત્યારબાદ તે ડોક્ટર પાસે ગઈ. શરૂઆતમાં તેને કેટલીક એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી. ડોક્ટરોને લાગ્યું કે તેને સ્કિન ઇન્ફેક્શન થયુ છે. જેે બાદ ડોક્ટરોએ દવા આપી હતી. પણ સેમની હાલત સુધરી ન હોતી. બીજા જ દિવસે, સેમને ચાલવામાં તકલીફ પડવા લાગી, ત્યારબાદ તે ડોકટરો પાસે ગઈ.

11 102 ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

આ પણ વાંચો – IPL 2021 / આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

જ્યારે સેમ બીજી વખત ડોક્ટર પાસે ગઈ, ત્યાં તેના પગની હાલત જોઈને ડોક્ટરોએ તેને તુરંત જ ICU માં દાખલ કરી દીધી. ડોક્ટર્સે કહ્યું કે, તેને સેપ્સિસ અને સેલ્યુલાઇટિસ છે. સંક્રમણને રોકવા માટે તેને તુરંત જ ICU માં દાખલ કરવી પડી હતી. પરંતુ સદનસીબે તેની સર્જરી થઈ ન હોતી. પોતાની હાલત અંગે સેમે કહ્યું કે, તેને વારંવાર પેન્ટ ઉતારીને ડોકટરોને ઈજા બતાવવી પડતી હતી, જે ખૂબ જ શરમજનક અનુભવ હતો. હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે પહોંચેલા સેમે જણાવ્યું કે, તેણે પોતાની ડેટ પર ખૂબ મોંઘુ પેન્ટ પહેર્યુ હતુ.

11 100 ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ

આ બ્રાન્ડેડ પેન્ટનું ફિટિંગ એટલું ટાઇટ હતું કે તેની જાંઘ પાસે ઈજા થઇ ગઇ હતી. 8 કલાકની ડેટ દરમિયાન ઘણી વખત, તેને લાગ્યું કે પેન્ટનાં કારણે તેને સમસ્યા ઉભી થઇ રહી છે પરંતુ તેણે તેની અવગણના કરી. પરંતુ આ પછી તેની હાલત ખરાબ થવા લાગી. રાત્રે તેણે જોયું કે, તેની જાંઘ પાસે ઈજા થઇ ગઇ છે, જેના કારણે તેેને દરરોજ પીડા વધી રહી છે. આખરે આ પીડાને કારણે તેને ICU માં દાખલ કરવી પડી. અત્યારે સેમ તેના ઘરે આવી ગઇ છે. તેને હવે ડોક્ટરો દ્વારા આરામની સલાહ આપવામાં આવી છે.