@અલ્પેશ પટેલ
Mehsana News: મહેસાણા જીલ્લામાં બુકીઓ દ્વારા ચાલતા શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. તેવામાં સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોને છેતરવામાં ગટિયા પાછીપાની કરતા નથી. ત્યારે વિસનગરમાં ફરી એકવાર કારમાં ચાલતું ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે.
મળતી માહિતી મુજબ જયદીપ ઠાકોર, વિપુલ ઠાકોર નામના બે ઈસમો ગેરકાયદેસર ફોન લીસ્ટ સાથે ગ્રાહકોને ફસાવતા હતા. તેમજ શેર બજારની ટિપ્સ આપી વધુ નાણાંની લાલચ આપી ટ્રેડિંગ કરાવતા હતા. આ ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદેસર રીતે કારમાં ચલાવવામાં આવતું હતું.
વિસનગર પોલીસે ચોક્કસ માહિતના આધારે કડા ચોકડી પાસેથી કારમાં ટ્રેડિંગ કરતા બે ઈસમોની ઘટના સ્થળથી ધરપકડ કરી હતી. પોલીસ બંને ઈસમોની પૂછપરછ કરી વધુ તપાસ કરી રહી છે, તેમજ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની પણ તપાસ ચાલી રહી છે.
આ અગાઉ મહેસાણાના વડનગરમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપાયું હતું. 3 ઈસમો મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને શેરની લે-વેચ કરાવતા હતા. મહેસાણા LCBની ટીમ દરોડા પાડતા મુદ્દામાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ