Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યના 20થી વધુ પ્રવાસન સ્થળો પર ઉજવાશે યોગ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.એ પછી હવે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે દુનિયાના લાખો લોકો સેલિબ્રેટ કરે છે. વિશ્વના નકશામાં ગુજરાત તરફથી ઉમેરાયેલી મહત્વની ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઝડપથી લોકપ્રિય […]

Top Stories Gujarat Others
scfhasolclc સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યના 20થી વધુ પ્રવાસન સ્થળો પર ઉજવાશે યોગ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.એ પછી હવે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે દુનિયાના લાખો લોકો સેલિબ્રેટ કરે છે.

વિશ્વના નકશામાં ગુજરાત તરફથી ઉમેરાયેલી મહત્વની ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઝડપથી લોકપ્રિય બની ગયો છે. ત્યારે આ વર્ષે પણ તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષે હેરિટેજ અને પ્રવાસના સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે.રાજયવેરા કમિશનર પી.ડી વાઘેલાએ જણાવ્યું કે “આ વર્ષે ગુજરાતમાં દોઢ કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાય તેવુ સરકારનું આયોજન છે.રાજ્યના અનેક સ્થળોએ યોગ દિવસ ઉજવાશે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ ઉજવાશે. અમદાવાદ જિલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોગા

21 જૂને જ્યારે આખું વિશ્વ યોગ કરશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ યોગ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સાંજે યોગ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપશે.

જો અમદાવાદની વાત કરીએ તો શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં લાખો લોકો વિશ્વ યોગ દિવસ ઉજવશે.

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લાની યોગ દિનની ઉજવણીની માહિતી અપતા જણાવ્યું કે “અમદાવાદ જિલ્લામાં અંદાજે 15 લાખ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ ઉજવણીમાં શહેરના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક અને સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને વ્યાપારિક સંગઠનો સહિત 20હજારથી વધુ શહેરીજનો જોડશે. સાથો સાથ તાલુકા કક્ષાએ પણ યોગ દિનની ઉજવણી થશે.

અંબાજી, દ્વારકા, સોમનાથ, લોથલ, રાણકી વાવ, સહિતના 150 જેટલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનો પર સામૂહિક યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારે ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી યોગ ફોર હાર્ટ કેર થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉજવણી રાજ્યના 50 હજારથી વધુ સ્થળો પર યોજાશે. ઉજવણીનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ રહેશે. અમદાવાદમાં રાજ્ય કક્ષાનો યોગ દિવસ ઉજવાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.