Tokyo Paralympics/ ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video

ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ સર્જ્યો છે. તેણે સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યુ છે.

Top Stories Gujarat Others
1 289 ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video

ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ સર્જ્યો છે. તેણે સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યુ છે. મહિલા સિંગલ્સનાં વર્ગ 4 ની ફાઇનલમાં, તે ચાઇનાની યિંગ ઝોઉ સામે 0-3થી હારી ગઇ છે, જે બાદ તેને સિલ્વર મેડલથી સંતુષ્ટ થયુ પડ્યુ છે. યિંગે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ જાળવી રાખી હતી. ભાવિનાને પ્રથમ ગેમમાં યિંગે 11-7થી હરાવી હતી, જ્યારે બીજી ગેમમાં તે નંબર 1 ખેલાડીનાં હાથે 11-5થી હારી ગઈ હતી. યિંગે ત્રીજી ગેમમાં 11-6ની સરળ જીત સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જો કે ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ તેના વતન મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત પ્રવેશ કરનાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યા બાદ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો. ભાવિનાએ શુક્રવારે સેમીફાઇનલમાં પહોંચીને દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો હતો. તેનો પ્રયાસ ગોલ્ડ જીતવાનો હતો, જોકે તે થઈ શક્યું નહીં. પરંતુ ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પેરાલિમ્પિક્સમાં આ ઇવેન્ટમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની ગઇ છે. જે વાતની ખુશી તેના પરિવારજનોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દીકરી ભાવિના પટેલની જીત પર પિતા હસમુખભાઈ પટેલે કહ્યું, “તેણે દેશનું નામ રોશન કર્યુ છે. તે ગોલ્ડ મેડલ નથી લાવી પણ અમે સિલ્વર મેડલથી પણ ખુશ છીએ. જ્યારે તે પરત આવશે ત્યારે અમે તેનું ભવ્ય સ્વાગત કરીશું.”

આ પણ વાંચો – Tokyo Paralympics / ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ

ભાવિના પટેલે ભારતને જેવો ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવ્યો અને આ સાથે જ ગુજરાતનાં મહેસાણામાં તેના ઘરે આ મેડલની ઉજવણી શરૂ થઈ ગઇ. અહી તમામ લોકો, પરિવાર, મિત્રો સાથે દિવાળીનાં ફટાકડાથી લઇને હોળીનાં રંગોમાં ડૂબી ગયા છે. પરંતુ આ રંગ ન તો હોળીનો ગુલાબી ગુલાલ છે અને ન તો દિવાળી પર ફોડવામાં આવતા ફટાકડા. આ રંગ ભાવિનાની હિંમત અને ખુશીનાં છે, જેણે ટોક્યોમાં વ્હીલચેર પર બેસીને દેશનો ધ્વજ ઉંચો કર્યો છે, જેનો રંગ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશનાં દરેક વ્યક્તિ પર છલકાયો છે. જે હવે તેની વ્હીલચેર જોવાને બદલે તેને અને તેના મેડલને જોઈ રહ્યો છે.

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાનો શરમજનક રેકોર્ડ

ભાવિનાની સિલ્વર મેડલ જીત બાદ ગુજરાતનાં મહેસાણામાં તેના પરિવારજનોએ ભેગા મળીને ગરબા રમ્યા હતા. જેમા વળી આ સાથે તેઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને એકબીજાનું મોંઢુ મીઠું કર્યુ હતુ. આપને જણાવી દઇએ કે, ભારતે અત્યાર સુધી પેરાલિમ્પિક્સમાં ત્રણ રમતોમાં 12 મેડલ જીત્યા છે, જેમાં એથ્લેટિક્સ (ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ), પાવરલિફ્ટિંગ (એક બ્રોન્ઝ) અને સ્વિમિંગ (એક ગોલ્ડ) નો સમાવેશ થાય છે. પરંતુ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભાવિનાએ 2017 માં બેઇજિંગમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એશિયન પેરા ટેટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.