Rajkot/ રાજ્યમાં બર્ડ ફ્લૂના સંક્રમણની દહેશતના પગલે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય આજથી મુલાકાતીઓ માટે બંધ

રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લુ (એવીયન ઇન્ફ્લુએન્ઝા)નો રોગ જોવા મળેલ છે, આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે પક્ષીઓમાંથી માનવમાં પણ ફેલાય છે.

Gujarat
1

રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લુ (એવીયન ઇન્ફ્લુએન્ઝા)નો રોગ જોવા મળેલ છે, આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે પક્ષીઓમાંથી માનવમાં પણ ફેલાય છે. તેમજ ગઈકાલે રાજ્યમાં બર્ડફલુના બે નવા કેસ સામે આવ્યા છે. જેના પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે. જોકે સામાન્ય નાગરિકોને ડરવાની જરૂરિયાત નથી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.આ તકેદારીના ભાગરૂપે રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયને પણ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

Pradyuman park & Garden, Rajkot, Gujrat - Tourist Places

બર્ડ ફ્લૂની દહેશતને ધ્યાનમા લેતા રાજ્ય સરકારના અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી તરફથી મળેલી સુચના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. 9 જાન્યુઆરી થી પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય કરેલ છે.રાજકોટ મહાનગરપાલિકાના અધિકૃત સૂત્ર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

Pradyuman Zoo Park Zoological Garden in Rajkot Gujarat - Address Timings  Entry Fees Details | Pradyuman Zoological Park Garden in Rajkot Gujarat | Pradyuman  Park Zoo Rajkot Address | Pradhyuman Park Rajkot

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

[