માવઠું/ માવઠાની આગાહી વચ્ચે આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, ખેડૂતો ચિંતાતુર

રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીનાં પગલે સમગ્ર રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદમાં વરસાદ પડવાની

Gujarat Others
loanfarmer માવઠાની આગાહી વચ્ચે આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, ખેડૂતો ચિંતાતુર

રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીનાં પગલે સમગ્ર રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવનાઓ આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી 10મી તારીખે ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીનાં કારણે ખેતરોમાં ઉભેલા રવિ પાકને ભારે નુકસાની થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી હોય ખેડૂતપુત્રોમાં ચિંતાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઘઉં અને જીરુનાં પાક સહિતનો રવિપાક હાલ ખેતરોમાં તૈયાર હોય અને આ પાકને પાણી કે ઝંકળથી વ્યાપક નુકસાનની થવાની ભીતિ હોય ત્યારે વરસાદની આગાહી એટલે ખેડૂત માટે વર્ષભરની સખત મહેનત અને પૈસા પાણીમાં ગયા જેવો ક્યાસ થાય છે.

આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તામાં 8, 9 અને 10 તારીખે વરસાદ(માવઠા)ની શક્યતા વ્યક્ત કરતી આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવામાં આવ્યો અને આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. આજે નવસારીમાં આકાશમાં વાદળો ઘેરાયા હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. નસવાડીમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદના એંધાણ જોવાઇ રહ્યા છે. જો કે, નસવાડી નજીક આવેલ કલેડીયા ગામમાં વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ શરુ થઇ ગયો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.

નસવાડી પંથકમાં ભારે વરસાદના કારણે આજુબાજુના ગામોમાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. વહેલી સવારથી જ વરસાદના પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઉભા પાક જેવા કે મકાઈ, બાજરી, મગ, હાઈબ્રેડ જુવાર, તુવર,  એરંડાને નુકશાની થવાની સંપૂર્ણ સંભાવના છે.

વઘઇમાં ધોધમાર વરસાદ નોંધવામાં આવ્યો.  કમોસમી વરસાદ ને લઈને જનજીવન અસ્તવ્યસ્ત પણ જોવામાં આવ્યું. વરસાદ પડતાં ઠંડીમાં પણ ભારે વધારો નોંધાયો છે. કમોસમી વરસાદ ને લઈને વઘઇ બજારમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…