Not Set/ મેનકા ગાંધીનું મુસ્લીમો વિરુદ્વ વિવાદાસ્પદ નિવેદન – કહ્યું – અમારો સહયોગ આપજો નહીંતર કોઇ કામમાં નહીં કરાય મદદ

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે મેનકા ગાંધીના તેવર બગડ્યા છે. મેનકા ગાંધી સુલ્તાનપુર જિલ્લાના મુસ્લિમ બહૂમતી ધરાવતા ગામ તુરાબખાની વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતા ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, હું તો ચૂંટણી જીતી રહી છું, તેવામાં તમે અમારો સાથ આપજો નહી તો કાલે જ્યારે કામ માટે આવશો તો સમજી લેજો હું […]

Top Stories
Maneka Gandhi EPS મેનકા ગાંધીનું મુસ્લીમો વિરુદ્વ વિવાદાસ્પદ નિવેદન – કહ્યું – અમારો સહયોગ આપજો નહીંતર કોઇ કામમાં નહીં કરાય મદદ

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે મેનકા ગાંધીના તેવર બગડ્યા છે. મેનકા ગાંધી સુલ્તાનપુર જિલ્લાના મુસ્લિમ બહૂમતી ધરાવતા ગામ તુરાબખાની વિસ્તારમાં એક સભાને સંબોધિત કરતા ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, હું તો ચૂંટણી જીતી રહી છું, તેવામાં તમે અમારો સાથ આપજો નહી તો કાલે જ્યારે કામ માટે આવશો તો સમજી લેજો હું શું કરીશ. હું કોઇ મહાત્મા ગાંધીની છઠ્ઠી ઔલાદ નથી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મેનકા ગાંધી કહી રહી છે કે મારા ફાઉન્ડેશને તમારા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો તમે કહો છો અમે ભાજપને મત નહી આપીશું. હું તો ચૂંટણી જીતી ચૂકી છું. આ જીત તમારા વિના થશે તો ખાટી હશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તમારે સ્થિતિને ઓળખવી પડશે. આ જીત તમારી વગર પણ થશે અથવા તમારી સાથે થશે અને આ જ બાબતને તમારે દરેક જગ્યાએ ફેલાવવી પડશે. તમે મારા કામ વિશે પીલીભીતના લોકોને પૂછી શકો છો. પીલીભીતના કોઇપણ વ્યક્તિને તમે ફોન કરીને પૂછી શકો છો કે મેનકા ગાંધીએ ત્યાં કેવા વિકાસકાર્યો કર્યા છે.

તેમણે એક ટ્વિટ કરીને સરકારના કાર્યો વિશે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે દેશના દરેક વર્ગ અને સમુદાયની ઉન્નતિ અને વિકાસ માટે કાર્ય કર્યું છે. દેશના દરેક નાગરિકોને સરકારી યોજનાઓનો સમાન રીતે લાભ અપાયો છે. અમારી સરકારે દરેકનો સાથ દરેકનો વિકાસની નીતિ પર વિકાસકાર્યો કર્યા છે.